SKGJS - ઈ-ડીરેક્ટરી

  • Event Date : 01 October 2019
  • Organised by : SKGJS
  • Sanstha : SKGJS
  • Location : મુંબઈ
  • 61

સ્નેહી સ્વજનો, ઈ-ડીરેક્ટરી ટીમના સર્વે જ્ઞાતિજનોને જય જિનેન્દ્ર.

દર મહિનાની જેમ ફરી આ વખત ‘કચ્છ ગુર્જરી’ના માધ્યમથી આપની સાથે વાત કરવા હાજર થયા છીએ.

પર્યુષણ પર્વ સંપન્ન થયા બાદ સમાજના વિવિધ સંગઠનોના સામુહિક ક્ષમાપના રૂપે સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન લગભગ દરેક રવિવારે થઈ રહ્યું છે. અને આ બધી જગ્યાએ અમે આપને માર્ગદર્શન આપવા હાજરી રહીએ છીએ.

અમોને જણાવતાં આનંદ થાય છે કે, ઈડીરેક્ટરીને ખૂબ જ સારો આવકાર મળી રહ્યો છે. બધા લોકોએ પોતાના મોબાઈલમાં આ એપ ડાઉનલોડ કરી છે અને તેને વાપરવાની સરળ રીતથી તેઓ બધા સંતુષ્ટ છે.

પોતાના પરિવારની અધૂરી વિગતો ભરવાની, ફોટાઓ નાખવાની અથવા બદલવાની, નવા નામો ઊમેરવાની આ બધી જ વસ્તુઓ તમે પોતે જ કરી શકો છો.

આ સાથે અમોએ અત્યાર સુધી જે કાર્યક્રમોમાં હાજરી આપેલી છે તે ૧) શ્રી ભુવડ ચોવીસી ચોખરા સમાજ ૨) શ્રી મુંદ્રા વીશા શ્રીમાળી ઓસવાળ ગુજર્ર જૈન મિત્ર મંડળ, ૩) શ્રી કચ્છી જૈન ગુજર્ર સમાજ માંડવી વીલેજર્સ અને ૪) શ્રી માકપટ કચ્છી જૈન ગુજર્ર સમાજ, એમ બધા જ સંગઠનોનાં હોદ્દેદારોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દરેક જગ્યાએ તેમના કાર્યક્રમમાં અમારી ટીમને બેસવા માટે જગ્યા ફાળવી છે, બીજો બધો સહકાર આપ્યો છે, મંચ પરથી જાહેરાત કરવા આપી છે અને પ્રેમપૂર્વક જમાડ્યા છે.

હજુપણ જે લોકોએ પોતાના મોબાઈલમાં આ એપ ડાઉનલોડ ન કરી હોય તેઓ જરૂર કરશો. જે લોકોએ પોતાના પરિવારનાં ફોર્મ ન ભર્યા હોય તેઓ મોબાઈલમાં પોતાના ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરાવી શકશે. દરેક જાતના માર્ગદર્શન માટે આ સાથે નામ, નંબર આપેલા છે તેમનો સંપર્ક કરશો.

હજુ જે સમાજોનાં સ્નેહમિલન કાર્યક્રમ થવાના છે તેમાં પણ હાજરી આપવાના પૂરતા પ્રયત્નો કરીશું. આભાર.

વૈશાલી ફોફરીયા-૯૮૬૭૦૫૯૪૦૮ - દિનેશ વોરા-૯૮૨૦૩૭૫૧૪૧




KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates