મૂળ માંડવીના હાલ ભુજ રહેતા જવાહરભાઈ એમ. સંઘવીના પરિવારજનો શાંતાબેન, તેમના પુત્ર એડવોકેટ રો. નિતીનભાઈ સંઘવી, સુનીલભાઈ સંઘવી, મુકુલભાઈ સંઘવીએ શ્રી સેવા મંડળ, માંડવીની મુલાકાત લીધેલ.
શ્રી સેવા મંડળ, માંડવીના પ્રમુખ શ્રી અશોકભાઈ શાહે પરિવારજનોને આવકારી સંસ્થા દ્વારા ચાલતી પ્રવૃત્તિઓની માહિતી આપેલ. તેમના સાથે ટ્રસ્ટી શ્રી ચંદ્રસેનભાઈ શાહ, જયેશભાઈ શાહ જોડાયેલ. સંસ્થા દ્વારા ચાલતા દવાખાના, લેબોરેટરી, જીવદયાની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ સ્વ. જવાહરલાલભાઈ એમ. સંઘવીના સ્મરણાર્થે તેમના ધર્મપત્ની શાંતાબેન તથા પરિવારજનોએ રૂા. ૫૦ હજારનું માતબર દાન આપી સંસ્થાની પ્રવૃત્તિઓની સરાહના કરેલ. એડવોકેટ નીતિનભાઈએ જણાવેલ કે સંસ્થા ઉભી કરવી અને તેને ચલાવવી એ ખૂબ મોટી વાત છે. સંસ્થાના આયોજકો અને સ્ટાફની પ્રશંસા કરેલ.
આ પ્રસંગે સ્મિતાબેન, વિશાંત, વૈશાલીબેન, વિશાલભાઈ, નિધીબેન, પ્રિયાંગ, ઉર્વશીબેન, મૌલિકભાઈ, મિલૌનીબેન ઉપસ્થિત રહેલ.
સંસ્થા વતી જયેશભાઈએ દાતા પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ. દીપકભાઈ સોની તથા મહેશભાઈએ વ્યવસ્થા સંભાળેલ. દાતા પરિવારે માણીભદ્ર વીર ગ્રુપ તથા નવજીવન જીવદયા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ સહયોગી બનેલ.