છે લા ૨૩ વષર્થી માંડવી શહરે માં ભક્તિ મંડળનાં સભ્યોને ઘેર દર સોમવારનાં રાત્રે ૯.૧૫ વાગે ભક્તિ રસનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આ અંક આપનાં હાથમાં આવશે એટલે ભક્તિ મંડળને ૨૨ વર્ષ પૂર્ણ કરી ૨૩માં વર્ષમાં પ્રવેશ કરશે.
૨૩ વર્ષ દરમિયાન ભક્તિ મંડળની જુદી જુદી જીવદયાની પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને માંડવીનાં નાંગલપુર મધ્યે પાંજરાપોળમાં નબળા ઢોરો તથા વાછરડાને દર રવિવારે પાંચ ગુણી ભૂસો ખવડાવવામાં આવે છે. જેની વ્યવસ્થા મંડળના સભ્યો જ પોતે જાતે જઈને નિરણ કરાવે છે. તેમાં મુખ્યત્વે જુમખલાલ શાહ, પરેશ સંઘવી તથા પ્રવીણભાઈ રસ લઈ રહ્યા છે. તેમજ કૂતરાને રોટલા- વિરસેનભાઈ શાહ તથા પક્ષીને ચણની વ્યવસ્થા સંભાળી રહ્યા છે.
તેમજ જુદા જુદા દાતાઓ તરફથી ફાગણ સુદ- ૧૩નાં માંડવીથી ૭૨ જિનાલયની પદયાત્રા વિતેલા વર્ષો દરમિયાન આયંબિલની ઓળી તેમજ માંડવી શહેરમાંથી જે લોકો ભાઈ-બહેનો, બાળકો શત્રુંજયતીર્થની ૯૯ યાત્રા કરી આવ્યા હોય તેનું સન્માન તેમજ દિવાળીના દિવસો દરમિયાન બાળકો ફટાકડા ન ફોડે એવા બાળકોનું સન્માન કરવાનું તથા રેલી. પર્યુષણ મહાપર્વ દરમિયાન આઠ દિવસ જુદી જુદી તપસ્યા કરી હોય તેઓનું સન્માન કરવામાં આવતું અને માંડવી શહેરમાં સાધર્મિક ભક્તિનું પણ આયોજન કરવામાં આવે છે.
૨૩ વર્ષ દરમિયાન માંડવી શહેરના તમામ જૈન સંઘો, દેશ-વિદેશના દાતા પરિવારોએ ખૂબ સાથ-સહકાર આપેલ છે. જય જિનેન્દ્ર ભક્તિ મંડળ વતી જુમખલાલ સી. શાહે આભાર માનેલ તેમજ જુદી જુદી જૈનોની સંસ્થાઓએ પણ સાથ સહકાર આપેલ. સંસ્થાનાં કાર્યકરો સર્વશ્રી જુમખલાલ સી. શાહ, પ્રવીણ સંઘવી, વિરલ શાહ, લહેરી શાહ, પરેશ સંઘવી, રાજુ શાહ, વિરસેનભાઈ શાહ વિ. કાર્યક્રમોમાં ખૂબ જ સાથ-સહકાર આપેલ છે.
હાલમાં કોરોનાને કારણે ભક્તિ-પ્રાર્થના રાખેલ નથી.