લોકડાઉનના સમયમાં છેલ્લા દસ મહિનાથી મુંબઈમાં રહેતા આપણાં સમાજના જરૂરિયાતમંદ પરિવારજનોને (દીવાળીમાં રૂા. ૪૫૦૦/-) રૂા. ૨૫૦૦/- દર મહિને RTGS/NEFT દ્વારા મોકલવામાં આવ્યા છે.
ગુરૂવાર, તા. ૭-૧-૨૦૨૧નાં રોજ આપણા સમાજના દરેક જરૂરિયાતમંદ પરિવારોને રૂા.૨૫૦૦/- RTGS/NEFT દ્વારા ૧૬૫ પરિવારજનોના બેંક એકાઉન્ટમાં મોકલ્યા છે. ટોટલ દસ મહિનામાં રૂા.૪૪,૮૩,૫૦૦/- જરૂરિયાતમંદ પરિવારોને આપવામાં આવ્યા છે.
જ્ઞાતિજનોને લોન પેટે રૂા. ૪,૧૦,૦૦૦/- RTGS/NEFT દ્વારા આપવામાં આવ્યાં છે.
લોકડાઉનનાં સમયમાં દર મહિને ૧૦૦ જરૂરિયાતમંદ પરિવારોને આજ સુધી કુલ રૂા.૧૩,૬૫,૦૦૦/-નું અનાજ આપવામાં આવ્યું છે.
૬૩૨ જરૂરિયાતમંદ જ્ઞાતિજનોને રૂા. ૧,૦૦,૦૦૦/-નું મેડીક્લેમ આપવામાં આવ્યું છે, જેના પ્રીમિયમ પેટે સમાજે વીમા કંપનીને રૂા. ૨૫,૫૧,૧૬૦/- ચુકવ્યા છે.
દર મહિને જરૂરિયાતમંદ પરિવારોને દવાના બિલ સામે ૭૦% થી ૭૫% ની રકમ RTGS/NEFT દ્વારા વૈદકીય સહાય માટે આપવામાં આવે છે. લૉકડાઉનનાં સમયમાં આજ સુધી રૂા. ૯,૬૧,૦૦૦/- મેડીસીન માટે આપવામાં આવ્યા છે.
સમાજના ઘણા જરૂરતમંદ પરિવારોને સ્કૂલ/કોલેજ ફી નિયમ મુજબ આપવામાં આવે છે. લોકડાઉનનાં સમયમા સ્કૂલ/કોલેજ ફી અને હોસ્પિટલની સારવાર માટે આજ સુધી રૂા. ૧૧,૩૪,૦૦૦/- આપવામાં આવ્યા છે.
લોકડાઉનનાં સમયમાં ૧ થી ૧૨ ધોરણમાં ભણતા સમાજના જરૂરીયાતમંદ પરિવારોના ૬૫ વિદ્યાર્થીઓને રૂા. ૧૨૦૦૦/- ની કિંમતના ટેબ્લેટ આપ્યા, જેનું ટોટલ રૂા. ૭,૪૭,૭૫૦/- થાય છે.
લૉકડાઉનનાં સમયમાં આપણા સમાજના લોકોને જ્ઞાતિજનો દ્વારા રોજગાર મળી રહે તે હેતુથી સમગ્ર મુંબઈમાં છ બિઝનેસ ગ્રુપ તથા છ મીડિયા ગ્રુપની રચના કરવામાં આવી છે. આપણા સમાજના લગ્નોત્સુક પાત્રોને સરળતાથી પસંદગી મળી રહે તે હેતુથી લોકડાઉનનાં સમયમાં 2nd KVSO Biodata Whatsapp Group તથા Divorcee Group ની રચના કરી છે.
લોકડાઉનમાં પ્રમુખ શ્રી સુધીરભાઈ તથા કાર્યવાહક સમિતિ દ્વારા આપણા સમાજના કોરોના પેશન્ટને નિઃશુલ્ક સારવાર મળી રહે તથા નિઃશુલ્ક કોરોન્ટાઈન થઈ શકે તેવા પ્રયાસો કરવામા આવ્યા.
ઉપર મુજબનાં કાર્યો સમગ્ર ટ્રસ્ટ મંડળ અને કાર્યવાહક સમિતિનાં સભ્યોના સહયોગ થકી સંપન્ન થાય છે. લોકડાઉનમાં ૩૨ પેટા સમાજોએ પોતપોતાની રીતે સમાજના સભ્યોને મદદરૂપ થવાની કોશિશ કરી છે, જેમાં માંડવી મંડળ (મુંબઈ), ઉત્સવ યુવારંભ તથા ડોંબીવલી ગુજર્ર સમાજની કામગીરી પ્રશંસનીય છે, અમો દરેક પેટા સમાજના કાર્યની અનુમોદના કરીએ છીએ.