૨૭ વર્ષથી સમાજ સેવામાં પ્રવૃત્ત માનસી ભગિની વૃંદ હોદ્દેદારોની અથાગ મહેનતથી ’માનસી ચેરીટેબલ ટ્રસ્ટ’ની સ્થાપના કરવામાં સફળ થયેલ છે. Approval No. CIT, Mumbai - 80G-2020-21/A/10124.
હવેથી દાતાઓ પોતાનું અનુદાન આપી ઈન્કમટેક્ષ કલમ ૮૦ૠ હેઠળ કરમુક્તિનો લાભ લઈ શકશે.
અનુદાનની પૂર્ણ રકમ આપણા સમાજના જ ભાઈ-બહેનોને પગભર થવાના કાર્યમાં વાપરવામાં આવે છે. છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીના વિકટ કાળમાં સંસ્થા જરૂરિતમંદ પરિવારોને અનાજ કીટ તથા અન્ય સહાય પૂરી પાડવામાં મોખરે રહી છે. કપરો કાળ હજી ચાલુ છે, માટે આપનું યોગદાન જરૂરી છે. આપ આપને ત્યાં આવતા નાના-મોટા પ્રસંગોએ યોગ્ય અનુદાન ચેક અથવા ડ્રાફ્ટ દ્વારા સંસ્થાને મોકલી સમાજના લોકોને સહાયરૂપ બની શકશો.
લોકડાઉનના દસ મહિનામાં ણજ્ઞજ્ઞળ ઉપર ધાર્મિક તેમજ રમતગમતના ચાર કાર્યક્રમો થયા જે સભ્યોને ખૂબ ગમ્યા હતા. આ જ પ્રમાણે વૃંદ ભવિષ્યમાં પણ જ્ઞાન સાથે ગમ્મતના કાર્યક્રમો આપતું રહેશે.
વધુ વિગત માટે સંપર્ક - મીના શાહ : ૯૮૨૧૦૫૫૬૧૫ / નૂતન શાહ : ૯૯૮૭૦૨૯૨૧૦ / ગુણા ફોફળિયા : ૭૫૦૬૨૫૮૨૫૭ / ઉષા મહેતા : ૯૮૯૨૧૯૩૯૭૦/ નીરૂ શાહ : ૯૩૨૪૦૪૪૬૬૬