ગરમ સ્વેટર- ટોપા-મોજાનું વિતરણ

  • Event Date : 01 January 2021
  • Organised by : માંડવી
  • Sanstha : જૈન સેવા સંસ્થા
  • Location : માંડવી
  • 55

માનવ સેવા - જીવદયા, શિક્ષણ, તબીબી અને અનેકવિધ ક્ષેત્રે છેલ્લા ૧૧ વર્ષથી સતત કાર્યરત જૈન સેવા સંસ્થાના ઉપક્રમે ઠંડીથી રક્ષણ મેળવવા માંડવીના મેઘજી સેજપાલ જૈન આશ્રમવાસીઓને ગરમ સ્વેટર, ટોપા અને મોજાનું વિતરણ કરાયું હતું. પ્રમુખશ્રી વી. જી. મહેતા (ભુજ) અને પ્રોજેક્ટ ચેરમેન શ્રી દિનેશભાઈ શાહ, માંડવી તથા હિરેનભાઈ દોશી (ભુજ)ના જણાવ્યા મુજબ દાતાશ્રી ધનસુખલાલ અમરશી સોની (આદિપુર)ના સૌજન્યથી આશ્રમવાસીઓને દિનેશભાઈ શાહ, શ્રી નેમકુમાર જયેશભાઈ ચંદુરા, દીપ દિનેશભાઈ શાહ અને હેન્સીબેનના હસ્તે ગરમ સ્વેટર, ટોપા અને મોજાનું વિતરણ કરવામાં આવેલ.

આ પ્રસંગે આશ્રમવાસી હીનાબેન પોલડીયા (વોઈસ ઓફ લતા મંગેશકર)એ ભાવવાહી ગીત રજુ કરીને સૌને મંત્રમુગ્ધ કરેલ. આ સેવા કાર્યમાં જૈન આશ્રમના અનિલભાઈ ટાંક, લક્ષ્મીબેન સાવલા, વિરલભાઈ શાહ, વિશનજીભાઈ સાવલા, મનસુખભાઈ દેસાઈ અને સ્મિતભાઈ જોશી સહયોગી થયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ ચેરમેન શ્રી દિનેશભાઈ શાહે કરેલ જ્યારે દીપ શાહે આભારવિધી કરેલ.


Submitted by : જૈન સેવા સંસ્થા

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates