માંડવી ચેમ્બરને રૂ. ૧ કરોડથી વધુનું દાન

  • Event Date : 01 December 2020
  • Organised by : માંડવી ચેમ્બર ઓફ કોમર્સ
  • Sanstha : માંડવી ચેમ્બર ઓફ કોમર્સ
  • Location : માંડવી
  • 89

માંડવી ચેમ્બરના ઉપપ્રમુખ પારસભાઈ શાહ, માનદ્‌મંત્રી નરેન્દ્રભાઈ સુરૂ, કોષાધ્યક્ષ ચંદ્રસેનભાઈ કોટક, જીવદયા ક્ષેત્રે ચેમ્બરનું લીલાચારા નિરણ પ્રોજેક્ટનું કાર્ય સંભાળતાં નવીનભાઈ બોરીચા તેમજ મહેશભાઈ લાકડાવાળાના જણાવ્યા અનુસાર માંડવી ચેમ્બર ઓફ કોમર્સને માંડવીનાં પૂર્વ નગરપતિ રસિકભાઈ દોશીએ છેલ્લા ૬ વર્ષમાં પોતપોતાના બિઝનેશ કાજે દેશવિદેશ વસતા મિત્રો પાસેથી કચ્છ જિલ્લામાં અછત તેમજ દુકાળની ૨૦૧૯ની પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના પશુધનને હેમખેમ ઉગારવામાં રૂા. ૧,૦૦,૦૦,૦૦૦ (એક કરોડ રૂપિયા)નું બેંકોના ચેકથી ડોનેશન અપાવવા નિમીત્ત બનતા માંડવી તાલુકાના મહાજન વિહોણા ૧૭ ગોમોની ૫૦૦૦ જેટલી ગાયોને લીલોચારો રોજિંદા પહોંચાડવામાં મદદરૂપ બનતાં માંડવી ચેમ્બરના ટ્રસ્ટીઓએ આભાર માનેલ. માંડવી ચેમ્બરના તમામ ટ્રસ્ટીઓ જણાવેલ કે ૨૦૧૯ના દુકાળમાં છ મહિના સુધી ૧૭ જેટલા ગામોની ગાયને ૬૪૨ ગાડીઓ મારફતે રોજેરોજ સરેરાશ ૫૦૦ મણ લીલાચારો રૂા. ૮૦,૦૦,૦૦૦ (એંસી લાખ)ના માતબર ખર્ચે ૨૫,૬૮,૦૦૦ કિલો લીલું ઘાસ ગામના પાદરમાં રોજિંદું પહોંચાડવામાં આવેલ અને દાતાઓના દાનથી જીવદયાનું આટલું મોટું કાર્ય માંડવી ચેમ્બર કરી શકી છે જેમાં રસિકભાઈનો અગ્રભાગ રહ્યો છે. દરેક ગામને રૂા. ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ)થી વધારે ચારો નિરણ કર્યો છે. તેથી જીવદયા ક્ષેત્રે માંડવી ચેમ્બરનું સ્થાન મુઠી ઉંચેરું સાબિત થયું છે.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates