શ્રી મહાવીર પ્રભુના ૨૫૪૭માં નિર્વાણ કલ્યાણકની ઉજવણી

  • Event Date : 08 November 2020
  • Organised by : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર
  • Sanstha : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર
  • Location : ભુજ
  • 1954

છેલ્લા ૧૧ વર્ષ થયાં પ.પૂ. અધ્યાત્મ યોગી આ.ભગવંત શ્રીમદ્‌ વિજય કલાપૂર્ણસૂરિશ્વરજી મ.સા.ના દિવ્યાશીષ અને પ.પૂ.આ.ભ. શ્રીમદ્‌વિજય કલાપ્રભ સૂરિશ્વરજી મ.સા.ની પ્રેરણાથી જીવદયા, માનવસેવા, શિક્ષણ, તબીબી સેવા વગેરે અનેકવિધ ક્ષેત્રે લોકાના દ્વારે જઈને સતત કાર્યરત જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે દાતા શશીકાંત ખીમજીભાઈ મોરબીયા, માંડવી હાલે ભુજના સહયોગથી સમગ્ર વિશ્વને અહિંસા, પ્રેમ, કરૂણા, મૈત્રી, શાંતિ આદિનો દિવ્ય સંદેશ આપનાર ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પ્રભુના ૨૫૪૭માં નિર્વાણ કલ્યાણકની સાપ્તાહિક ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભુજ, માંડવી, રાપર આદિ તાલુકાના વિસ્તારોમાં જીવદયા, માનવસેવાના વિવિધ પ્રોજેક્ટો હાથ ધરાયા હતા અને હજારો અબોલા જીવો સાથે દીન-દુઃખીયા માનવોની ભક્તિ કરવામાં આવેલ.

સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતા, પ્રોજેક્ટ ચેરમેન દિનેશ શાહ તથા હિરેન દોશીના જણાવ્યા પ્રમાણે તા. ૮-૧૧થી ૧૬-૧૧ સુધી સળંગ નવ દિવસ સુધી ચાલેલા સેવા યજ્ઞમાં ભુજ નગરની આજુબાજુના વિસ્તારોમાં વસવાટ કરતા અને કચરો-ભંગાર એકઠો કરી કે છૂટક મજુરી કરી પેટીયું રળતા અને શહેરને સ્વચ્છ રાખવામાં યોગદાન આપતા ૧૦૦૦ જેટલા રંક પરિવારોમાં નિવાસે જઈને શુદ્ધ ઘીની મીઠાઈ- ફરસાણના બોક્સ સાથે તેમના બાળકોને નવા વસ્ત્રોની સોગાદ આપવામાં આવેલ તેમજ માંડવી તથા રાપર મધ્યે જરૂરતમંદોમાં મિષ્ટાન તથા ફરસાણના બોક્સનું વિતરણ કરવામાં આવેલ તેમજ ૧૫ જેટલી વિવિધ સંસ્થાઓમાં વયસ્કો, નિરાધારો, મનોરોગીઓ, દિવ્યાંગો વિ. સાથે ઉત્સાહવર્ધક મનોરંજન કાર્યક્રમ સાથે મિષ્ટાન- ફરસાણના ભાવતાં ભોજન આપવામાં આવ્યાં હતા તેમજ દરરોજ ગૌવંશને ઘાસ-રોટલી, શ્વાનોને લાડુ, પક્ષીને ચણ વિ. જીવદયાના કાર્યો કરાયા હતા તેમજ ૨૫૦ જેટલા સાધર્મિકોના દ્વારે જઈને તેમની ભક્તિ કરવામાં આવેલ. એક અનેરા કાર્યક્રમમાં શ્રી મેઘજી સેજપાલ જૈન આશ્રમ માંડવીનાં ૧૧૦ વયસ્કો સાથે નૂતન વર્ષની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવેલ તેમજ દરેકને મિષ્ટાન- ફરસાણના બોક્સની પ્રભાવના કરવામાં આવેલ. સેવાયજ્ઞને પાર પાડવા સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતાની રાહબરી હેઠળ ચમનલાલ મહેતા, દિનેશ શાહ, હિરેન મહેતા, ચંદુભાઈ પારેખ, નિવૃત પી.આઈ. પરમારભાઈ વિ. જહેમત ઉઠાવેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates