વિવિધ સંસ્થાઓના વયસ્કો સાથે ઉજવણી

  • Event Date : 31 October 2020
  • Organised by : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર, ભુજ
  • Sanstha : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર, ભુજ
  • Location : ભુજ
  • 136

દાતાઓના સહયોગથી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૫મી જન્મજયંતી નિમીત્તે તા. ૩૧મી ઑક્ટોબરના વિવિધ સંસ્થાઓના વયસ્કો સાથે ઉજવણી કરવામાં આવેલ તેમજ જીવદયાના કાર્યો કરાયાં હતાં.

પ્રથમ શ્રી હરિ શાંતિ નિકેતન માધાપરના ૫૫ જેટલા વયસ્કોને જલેબી-ફાફડાનો અલ્પાહાર કરાવવામાં આવેલ તેમજ માધાપર ગૌશાળા તથા ભુજ નગરપાલિકા સંચાલિત ઢોરવાડામાં ગૌવંશને લીલાચારાનું નિરણ તેમજ અન્ય વિસ્તારોમાં શ્વાનોને લાડુ - રોટલી, પક્ષીને ચણ વિ. જીવદયાનાં કાર્યો કરાયાં હતાં.

ત્યારબાદ વૃદ્ધાશ્રમમાં ૫૦ વયસ્ક બહેનોને ઈડલી સંભાર જમાડવામાં આવેલ તેમજ રંક પરિવારનાં બાળકોને ફ્રુટનું વિતરણ કરાયું હતું. આ અવસરે સંસ્થાના કાર્યકરો જોડાયેલ. દીપોત્સવ નિમીત્તે દરિદ્ર નારાયણોને મીઠાઈ-ફરસાણવસ્ત્રોની વહેંચણી ઉપરોક્ત કેન્દ્રના ઉપક્રમે શ્રી મહાવીર પ્રભુના ૨૫૪૭માં નિર્વાણ કલ્યાણકની સાપ્તાહિક ઉજવણી અંતર્ગત દાતા શશીકાંત ખીમજીભાઈ મોરબીયા, માંડવી હાલે ભુજના સહયોગથી ભુજનગરના ચાંદચોક તેમજ આજુબાજુના વિસ્તારોમાં ૩૦૦ જેટલા દરિદ્ર નારાયણો સાથે દીપોત્સવીની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી અને દરેકને મીઠાઈ-ફરસાણનાં બોક્સ સાથે નવા વસ્ત્રોની સોગાદ આપી તેમની સાથે દીપોત્સવી પર્વના આગોતરા વધામણા કરાયા હતા તેમજ વ્યસનો, કુરિવાજોને તિલાંજલિ આપવા, સ્વચ્છતા જાળવવા અને બાળકોને શાળાઓ મોકલવા અનુરોધ કરાયો હતો.

વિવિધ ધાર્મિક સ્પર્ધા

વડીલો સમાજનું અવિભાજ્ય અંગ, ઘરના મોભી અને પથદર્શક છે. જીવનના અંતિમ પડાવમાં તેમને દયા નહીં પરંતુ વાત્સલ્યસભર હૂંફની જરૂરત છે. તેમનો ખાલીપો દૂર કરવા ઉત્સાહવર્ધક કાર્યક્રમો યોજવા ખૂબ આવશ્યક છે. નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર છેલ્લા દસ વર્ષ થયાં આવા પ્રેરણાદાયી મનોરંજક કાર્યક્રમો વારંવાર યોજતું રહે છે અને અવિરતપણે યોજતું રહેશે. શ્રી મેઘજી સેજપાલ જૈન આશ્રમ માંડવી મધ્યે માનવ કલ્યણ કેન્દ્રના ઉપક્રમે ૧૨૦ જેટલા આશ્રમવાસી વયસ્કો માટે યોજાયેલ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતાએ જણાવેલ. શ્રી મેઘજી સેજપાલ જૈન આશ્રમના આંગણમાં સ્વ. અમૃતલાલ એમ. ખંડોરના આત્મશ્રેયાર્થે માતુશ્રી લક્ષ્મીબેન એ. ખંડોર પરિવારના સૌજન્યથી યોજાયેલ કાર્યક્રમનો શુભારંભ સમગ્ર વિશ્વમાંથી કોરોના મહામારી નાબૂદ થાય તે માટે નવકાર મહામંત્રના સમૂહ જાપ સાથે કરવામાં આવેલ. આશ્રમવાસી હિનાબેન પોલડીયાએ સ્વાગત ગીત વડે તેમજ મેનેજર અનિલભાઈ ટાંકે શાબ્દિક સ્વાગત વડે દરેકને આવકારેલ.

પ્રથમ ચરણમાં વયસ્ક ભાઈ-બહેનો માટે ધાર્મિક સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું જેમાં તમામ વયસ્કો ભારે ઉત્સાહભેર જોડાયા હતા અને ખૂબ મોજ માણી હતી. જેના વિજેતાઓને સોગાદ વડે મહાનુભાવો અને મહેમાનોના વરદ હસ્તે પુરસ્કૃત કરાયેલ. ત્યારબાદ તમામ આશ્રમવાસીઓ તથા સ્ટાફને મિષ્ટાન ભોજન જમાડી તેમજ માસ્કનું વિતરણ કરવામાં આવેલ.

કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતાની રાહબરી હેઠળ હિરેન દોશી, પ્રદીપ દોશી, શાંતિલાલ મોતા, જયેશ ચંદુરા, કૌશિક મહેતા, વિજય મહેતા, નિતીન શાહ, પરમારભાઈ, પંડ્યાભાઈ, મનીષ સંઘવી વિ. જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા સ્પર્ધાનું આયાજન પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી તથા એસ.વી. મોતાએ જ્યારે આભારવિધી અનિલભાઈ ટાંકે કરેલ.

રૂા. ૪૧,૦૦૦/-નું દાન 

ઉપરોક્ત કેન્દ્રની સેવા પ્રવૃત્તિથી પ્રભાવિત થઈને તા. ૧૬-૧૦-૨૦૨૦ના સંસ્થાના કાયમી સહયોગી દાતા ભુજ નિવાસી માતુશ્રી શારદાબેન કે. મહેતા તરફથી રૂા. ૨૬,૦૦૦/- તથા માતુશ્રી લીલાવંતીબેન જે. મહેતા તરફથી રૂા. ૧૫,૦૦૦- મળી કુલ રૂા. ૪૧,૦૦૦/- નું દાન સેવાકાર્યો માટે મળેલ. સંસ્થાના ચેરમેન હિરેન દોશીના જણાવ્યા પ્રમાણે દાતા પરિવારના શ્રી ચમનલાલ મહેતાએ તેમના સ્વ. પિતાશ્રી જેઠાલાલભાઈ મહેતાની સ્મૃતિમાં તથા શ્રી કેતનભાઈ મહેતાએ તેમના પિતાશ્રી સ્વ. ખીમજીભાઈ મહેતાની સ્મૃતિમાં દાન આપેલ અને વધુ સહયોગની ખાતરી આપેલ. પ્રમુખ વી.જી. મહેતાની રાહબરી હેઠળ સી.જે. મહેતા, રાજેશ સંઘવી, અરવિંદ મહેતા, પ્રદીપ દોશી, હિરેન દોશી, શાંતિલાલ મોતા, વિજય મહેતા, સી.સી. જોશી વિ. કાર્યકરો જોડાયા હતા અને દાતા પરિવારનો આભાર માનેલ.

શ્રીમદ્‌ વિજય કલાપ્રભ સૂરિશ્વરજી મ.સા.ને ભાવાંજલિ અપાઈ. માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે તા.૨૧-૧૧-૨૦ના રોજ વાગડ સમુદાયના કર્ણધાર, સુવિશાલ ગચ્છાધિપતી, વિરાટ વ્યક્તિત્વના સ્વામી, નવચેતન સંસ્થાના પ્રેરણામૂર્તિ જૈનાચાર્ય શ્રીમદ્‌ વિજય કલાપ્રભ સૂરિશ્વરજી મ.સા.ને માંડવી અને ભુજમાં ભાવાંજલિ આપવામાં આવેલ. નવચેતન સંસ્થાની સ્થાપના પૂ. ગુરૂદેવશ્રી કલાપ્રભ સૂરિશ્વરજી મ.સા.ની પ્રેરણાથી આજથી ૧૧ વર્ષ પહેલા કરવામાં આવી હતી અને સેવાકીય ક્ષેત્રે અનેક કાર્યો હાથ ધરી, દીન-દુઃખિયાના માનવો અને અબોલા જીવોને શાતા આપવામાં સહભાગી બનેલ છે. પૂજ્યશ્રીની અણધારી વિદાયથી સંસ્થાના કાર્યકરો ઊંડા આઘાતની સાથે દુઃખની લાગણી અનુભવેલ છે. પૂજ્યશ્રી શીઘ્ર સિદ્ધગતિ પ્રાપ્ત કરે તેવી ભાવના સાથે પોતપોતાના નિવાસ્થાને રહી નવકાર મંત્રના જાપ/ઈષ્ટદેવના સ્મરણ સાથે નતમસ્તકે પૂ. ગુરૂદેવને ભાવાંજલિ અર્પણ કરેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates