લીલાચારાનું નિરણ

  • Event Date : 27 July 2020
  • Organised by : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર
  • Sanstha : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર
  • Location : ભુજ
  • 279

નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર

તા. ૨૭-૭-૨૦૨૦ના શ્રી ગણેશભાઈ ચત્રભુજ મહેતા, લોદ્રાણીવાળાની પુણ્યતિથીએ તેમના પરિવારજનોના સહયોગથી ભુજ શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં ૧૦૦૦ જેટલા ગૌવંશને લીલાચારાનું નિરણ તથા શ્વાનોને લાડુ, પક્ષીને ચણ વિ. જીવદયાનાં કાર્યો કરાયાં હતા તેમજ રંક પરિવારોમાં લાડુ તથા ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવાના આ અવસરે સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતાની રાહબરી હેઠળ હિરેન દોશી, પ્રદીપ દોશી, શાંતિલાલ મોતા, રાજેશ સંઘવી, દિનેશ મહેતા, નિતીન શાહ, પરમારભાઈ, ચંદુભાઈ સંઘવી વિ. કાર્યકરો જોડાયા હતા.

લીલાચારાનું નિરણ : છેલ્લાં ૧૦ વર્ષ થયાં જીવદયા, માનવસેવા, શિક્ષણ, તબીબી સેવા વિ. અનેકવિધ ક્ષેત્રે સતત કાર્યરત જૈન સેવા સંસ્થા તાજેતરમાં ચેન્નાઈ સ્થિત દાતા રજનીકાંત મગનલાલભાઈ ઝોટાનો સહયોગ મળ્યો હતો અને તેમના સૌજન્યથી શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજ સંચાલિત શ્રી કલાપૂર્ણસૂરિ કરૂણાધામ પશુ હોસ્પિટલનાં ૧૦૦૦ જેટલા ગૌવંશને લીલાચારાનું નિરણ કરાયું હતું તેમજ ભુજ તથા આજુબાજુના વિસ્તારોમાં શ્વાનોને ભાડુ, પક્ષીને ચણ વિ. જીવદયાનાં કાર્યો કરાયાં હતા. અંજાર નિવાસી શ્રી જયેન્દ્રભાઈ ખંડોર પ્રેરણાદાતા રહ્યા હતા.

સેવાના આ અવસરે સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતાની રાહબરી હેઠળ કાર્યકરો જોડાયા હતા અને દાતાની દિલેરીને બિરદાવી હતી.

ચરમ તીર્થપતિ શ્રી મહાવીરસ્વામી પ્રભુજીની જન્મવાંચના ભક્તિપૂર્વક કરાઈઃ ઉપરોક્ત કેન્દ્રના ઉપક્રમે વિરાટ વિશ્વમાં

અહિંસા, સંયમ, તપ, શાંતિ, મૈત્રી, કરુણા, અપરિગ્રહ, અનેકાંતવાદ આદિ સિદ્ધાંતોનો પ્રકાશ ફેલાવનાર શ્રી મહાવીર પ્રભુના જન્મ વાંચનની સરકારશ્રીના નિતીનિયમોમાં આધીન રહીને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના લાલટેકરી મધ્યે આવેલ કાર્યાલયમાં બિલ્ડીંગમાં રહેતા કાર્યકરો અને ભક્તજનોની ઉપસ્થિતિમાં પ્રમુખશ્રી વી.જી. મહેતાએ શ્રી મહાવીર પ્રભુના જન્મનું વાંચન કર્યું હતું. પ્રભુના જન્મની વધામણી મળતાં જ ‘જય મહાવીર’, ‘જબ

તક સૂરજ ચાંદ રહેગા મહાવીર તેરા નામ રહેગા’ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠેલ.

બિલ્ડીંગવાસી શ્રી સોભાગચંદભાઈ ગાંધી, મનોજ વોરા, રાજેશ શાહ, પ્રકાશ ઝવેરી, મનસુખલાલ શાહ, હસમુખ મોરબીયા, લતાબેન વોરા, ભારતીબેન મહેતા, ડિમ્પલ બોરીચા વિ. હાજર રહ્યા હતા. સમકીત વોરાએ વ્યવસ્થા સંભાળી હતી.

અઠ્ઠાઈ તપની આરાધના : પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ દરમિયાન અઠ્ઠાઈ તપની ઉગ્ર આરાધના કરનાર સંસ્થા પરિવારના વિજ્ઞા કાર્તિકભાઈ વોરાનો પારણા મહોત્સવ તેમના પરિવારજનોના સહયોગથી યોજાયો હતો. લાલટેકરી સ્થિત વારીઠા બિલ્ડીંગ મધ્યે ચંદ્રિકાબેન જયંતીલાલ વોરા પરિવારના નિવાસ્થાને યોજાયેલ પારણા મહોત્સવ અને તપ અનુમોદના કાર્યક્રમમાં અઠ્ઠાઈ તપના આરાધક વિજ્ઞા બહેનને પ્રમુખ વી.જી. મહેતા, ચંદ્રિકાબેન વોરા, ભારતીબેન મહેતા, રેશ્મા મોરબીયા, કાર્તિક વોરા વિ.ના હસ્તે પારણા કરાવવામાં આવેલ.

આ પ્રસંગે વિપુલ વોરા, પ્રિતમ વોરા, હાર્વી વોરા, પ્રતિક બોરીચા, ડિમ્પલ બોરીચા વિ. કાર્યકરો પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને તપસ્વીના તપની ભૂરિ ભૂરિ અનુમોદના કરેલ.

૫૭મી સ્વર્ગારોહણ તિથી ઉજવાઈ : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે કાર્યકરોના સહયોગથી તા. ૭-૮- ૨૦૨૦ના રોજ ભુજ તથા માંડવી મધ્યે કચ્છ વાગડના સંયમ શિરોમણી દાદા ગુરુદેવ જૈનાચાર્ય શ્રીમદ્‌ વિજય કનકસૂરિશ્વરજી મ.સા.ની ૫૭મી સ્વર્ગારોહણ તિથીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાવવંદના સાથે જીવદયા-માનવ સેવાના કાર્યો ઉપરાંત કોરોના મહામારી નિવારણ અર્થે સમૂહ સામાયિક, મંત્રાધીરાજ નવકાર મહામંત્રના જાપ વિ. આરાધનાનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિશાળ સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

પ્રથમ ચરણમાં મંગલ પ્રભાતે, માનવસેવા અને જીવદયાના કાર્યો હાથ ધરાયા હતા. જેમાં ગૌશાળા તથા ઢોરવાડામાં લીલાચારાનું નિરણ કરાયું હતું અને શ્વાનોને લાડુ તથા પક્ષીને ચણ અપાયું હતું તેમજ રંક પરિવારોમાં લાડુની પ્રભાવના કરવામાં આવી હતી.

પૂજ્ય દાદા ગરુદેવના અનંત ઉપકારોને યાદ કરીને દરેક કાર્યકર મિત્રો, પરિવારોએ પોતપોતાના નિવાસ્થાને રહીને નત મસ્તકે ભાવવંદના કરેલ અને સમગ્ર વિશ્વમાંથી કોરોના મહામારી નાબૂદ થાય. તમામ જીવોને શાતા મળે તે માટે સમૂહ સામાયિકની ઘરબેઠા આરાધના સાથે નવકાર મંત્રના જાપ કરાયા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતાની રાહબરી હેઠળ દિનેશ શાહ, હિરેન દોશી, પ્રદીપ દોશી, રાજેશ સંઘવી, વિજય મહેતા, દીપ શાહ, જયેશ ચંદુરા, નિપમ ગાંધી, અરવિંદ દાત્રાણીયા, ચમનલાલ મહેતા, અશોકભાઈ સંઘવી, ચિંતન શાહ વિ. જહેમત ઉઠાવેલ.

આશ્રમવાસીઓને ટુવાલ-મિષ્ટાન- ફરસાણ અને માસ્કનું વિતરણ કરાયું : છેલ્લા દસ વર્ષથી વર્ષના ૨૬૫ દિવસ જીવદયા- માનવસેવાતબીબી શિક્ષણ અને અનેકવિધ સેવાકીય કાર્યો કરતી ઉપરોક્ત સંસ્થામાં માંડવીના જૈન આશ્રમમાં

ઉર્વીબેન નિરવભાઈ મહેતા-ગાંધીધામના સૌજન્યથી ‘આજકી શામ વડીલો કે નામ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. પ્રમુખશ્રી વી.જી. મહેતા, ભુજ અને પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહના જણાવ્યા મુજબ પ્રારંભમાં આશ્રમવાસીઓ સાથે નવકાર મંત્રના જાપ કરી સમગ્ર વિશ્વ ઝડપથી કોરોનાની મહામારીમાંથી મુક્તિ મેળવે તે માટે પ્રાર્થના કરવામાં આવેલ. પ્રાર્થનાબાદ આશ્રમવાસીઓને ઉર્વીબેન નિરવભાઈ મહેતા-ગાંધીધામના સૌજન્યથી ટુવાલમિષ્ટ ાન- ફરસાણ અને માસ્કનું વિતરણ સંસ્થાના ચેરમેન શ્રી દિનેશભાઈ શાહ, શાંતિલાલ મોતા અને અંકુરભાઈ મોતાના હસ્તે કરવામાં આવેલ. આ સેવાકાર્યમાં રમણીકભાઈ સલાટ, અનસુયાબેન શાહ, સરોજબેન બ્રિજલાણી અને જયશ્રીબેન ગીરનારી સહયોગી રહ્યા હતા. જૈન આશ્રમના અનિલભાઈ ટાંક, બાબુભાઈ સંધાર, કાંતીભાઈ અને લક્ષ્મીબેન સાવલાએ વ્યવસ્થા જાળવી હતી. આ પ્રસંગે ચિમનલાલ મહેતાએ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી અને સાથ-સહકારની ખાત્રી આપી હતી. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ચેરમેન શ્રી દિનેશભાઈ શાહે કરેલ. જ્યારે શાંતીલાલભાઈ મોતાએ આભારવિધી કરી હતી.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates