પર્યુષણ મહાપર્વ ભક્તિભાવ પૂર્વક ઉજવાયું

  • Event Date : 15 August 2020
  • Organised by : શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ
  • Sanstha : શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ
  • Location : માંડવી
  • 1194

પ.પૂ. સાધ્વીજી ભગવંત ચારૂપ્રજ્ઞાશ્રીજી મ.સા. અને પ.પૂ. અક્ષયચંદ્રાશ્રીજી મ.સા.ની પાવનનિશ્રામાં સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ભક્તિભાવ પૂર્વક ઉજવાયું હતું. ભાવિકોએ પોતાના ઘરે રહીને તપ-આરાધના પ્રતિક્રમણ વગેરે ધાર્મિક અનુષ્ઠાનો કર્યા હતા. ભાવિકોએ ઓનલાઈન વૉટસએપ દ્વારા ૧૪ સ્વપ્ના, અષ્ટમંગલ, પારણાદર્શન, કલ્પસૂત્ર અને બારસા સૂત્રનો બોલી બોલાવીને લાભ લીધો હોવાનું સંઘના પ્રમુખશ્રી ચંદ્રેશભાઈ શાહ અને પૂર્વટ્રસ્ટી શ્રી દિનેશભાઈ શાહે જણાવેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates