પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી

  • Event Date : 15 August 2020
  • Organised by : શ્રી ગુર્જર જૈન સંઘ, રાઉરકેલા
  • Sanstha : શ્રી ગુર્જર જૈન સંઘ, રાઉરકેલા
  • Location : રાઉરકેલા
  • 28

કોરોના મહામારીના કારણે આ વર્ષે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી બહુ જ સાદાઈથી થઈ! શાસન (કેન્દ્ર સરકાર) અને પ્રશાસન (પ્રાદેશિક સરકાર)ના નીતિ નિયમોને આધીન સંઘના સભ્યોએ ઘરે રહીને ધર્મ આરાધના કરી હતી. આ પર્યુષણ પર્વમાં રાઉરકેલા સંઘમાં ચાર અઠ્ઠાઈ તપની આરાધના થઈ.

તપસ્વીઓના પારણાં પ્રસંગે ઉપસ્થિત પરિવાર કોરોના મહામારીના કારણે ક્ષમાપના અને સામુહિક પારણા માટે પણ જૈન ભવનમાં એકત્ર થવાની શક્યતા ન હતા. જે સંઘના સમસ્ત સભ્યોના સ્વાસ્થ્ય માટે પણ હિતાવહ હતું.

સ્વામીવાત્સલ્ય સંઘ જમણ પણ મોકુફ રાખવામાં આવેલ હતા. સ્વામી વાત્સલ્યના દિવસે સંઘના હર એક સભ્યના ઘરે સંઘ પ્રસાદીનું વિતરણ સંઘની કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

સાર્વજનિક જૈન હોમિયોપેથી ચિકિત્સાલય ૨ ઑક્ટોબર-૨૦૨૦થી ૧ ઑક્ટોબર-૨૦૨૧ વર્ષના દાતા સ્વ. તારાબેન મનસુખલાલ સાકરચંદ મહેતા પરિવાર હસ્તે શ્રીમતી કલ્પનાબેન ઉદયભાઈ મહેતા પરિવાર. જૈન ભવનમાં ૨૦૨૦/૨૦૨૧ વર્ષના જીવદયા (કબૂતરના ચણ)ના દાતા સ્વ. લીલાવંતીબેન બાબુભાઈ લાખાણી પરિવાર છે

તેઓએ લગાતાર ૫ વર્ષ સુધી આ લાભ લીધેલ છે. રાઉરકેલા જૈન સંઘ બંને દાતાનો આભાર વ્યક્ત કરે છે.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates