ઓનલાઈન ટેલેન્ટ શૉ

  • Event Date : 27 June 2020
  • Organised by : કચ્છી ગુજર્ર જૈન મહિલા સમાજ
  • Sanstha : કચ્છી ગુજર્ર જૈન મહિલા સમાજ
  • Location : બેંગ્લોર
  • 61

ઉપરોક્ત સમાજ દ્વારા લોકડાઉનમાં ઓનલાઈન ટેલેન્ટ શૉનું આયોજન તા. ૨૭-૬-૨૦૨૦ના રોજ કરવામાં આવ્યું હતું. ટેલેન્ટ શૉનો સમગ્ર આઈડિયા શ્રીમતી નીરૂબેન શાહનો હતો. જેને માલાબેન વોરા અને બિંદલબેન શાહે સફળ બનાવ્યો હતો. બંનેની અપૂર્વ સૂઝબૂઝથી આ ટેલેન્ટ શૉ મંચ પરનો રિયાલિટી શૉ સરીખો બની ગયો હતો. બંને સભ્યોને ખૂબ આનંદ કરાવ્યો હતો અને ગેમ પણ રમાડી હતી. માલાબેન વોરાના સુપુત્ર હાદિર્ક વોરાએ સહકાર આપેલ.

આ ક્લાસમાં ગીત, નૃત્ય અને નાટક એમ ત્રણ વિષયની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેના નિર્ણાયક પુષ્પાબેન રાઠોડ અને ફેનીલ શાહ હતા. બાદ ઓનલાઈન ગીત, નૃત્ય અને નાટકમાં ભાગ લેનારા સભ્યોનો કાર્યક્રમ દર્શાવવામાં આવ્યો હતો. જેની સહુ સભ્યોએ મજા માણેલ. બાદ પરિણામ ઘોષિત કરવામાં આવ્યા હતા. ગીત : પ્રથમ - હીરલ ઢીલ્લા, નૃત્ય : પ્રથમ - પૂર્વી એન્ડ ગ્રુપ, નાટક : પ્રથમ - શિલ્પા શેઠ એન્ડ ગ્રુપ.

સમગ્ર કમિટીના સહયોગથી શૉનું આયોજન સફળ થયું હતું. આગામી પસલીના તહેવારમાં સહુએ ઘરમાં બેસીને જ વાર્તા સાંભળવી પડશે તેવી ચર્ચા કરવામાં આવી હતી. આગામી વર્ષે ધામધૂમથી પસલીનો તહેવાર ઉજવવાની વાત કરતાં સહુ છૂટા પડેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates