કોરોના વોરિયર્સને સલામ

  • Event Date : 01 August 2020
  • Location : અમેરિકા
  • 56

દરિયાપાર કચ્છના સંતાનો સૈનિકોની માફક કોરોના વૉરિયર્સ બનીને સેવા બજાવી રહ્યા છે. મૂળ માંડવીના હાલે ભુજ નિવાસી સ્વ. હરિલાલ માવજી શાહના પરિવારજનો પુત્ર, પૌત્ર, પૌત્રવધૂઓ અમેરિકા ખાતેની જુદી જુદી હોસ્પિટલોમાં સેવા આપી રહ્યા છે.

સ્વ. હરિલાલભાઈના સૌથી મોટા પુત્ર ડૉ. ધીરજ શાહને સૌ કચ્છવાસીઓ ઓળખે છે. હાલ તેઓ અમેરિકાના ડલ્લાસ ખાતે નિવૃત્ત જીવન ગાળી રહ્યા હોવા છતાં પણ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ફોન ઉપર સલાહ-સૂચનો આપી રહ્યા છે.

ડૉ. ધીરજ શાહના નાના ભાઈના પુત્ર ડૉ. શાન લક્ષ શાહ ન્યુયોર્કની કોરનેલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. ડૉ. શાનના ધર્મપત્ની ડૉ. પ્રિયા પણ ન્યૂયોર્કની હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડમાં દરરોજ સતત બાર કલાક સેવા બજાવી રહ્યા છે. તેમને ક્યારેક રજા હોય તો પણ અન્ય ડૉકટરની મદદ કરીને દદર્ીઓને બચાવવાની કામગીરીમાં વ્યસ્ત થઈ જાય છે.

સ્વ. હરિલાલભાઈના બીજા પૌત્રની વાગ્દતા ડૉ. નીના પણ લોસ એન્જલસની હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરી રહ્યા છે. તેમનો અન્ય પૌત્ર ડૉ. રાહીલ હર્ષદ શાહ માયામી તેમજ ડૉ. નીલા નિલેશ શાહ પણ ડલ્લાસની હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે.

‘કચ્છ ગુર્જરી’ના હાર્દિક  અભિનંદન.


september 2020 current magazine slider3


KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates