સાધર્મિક ભક્તિ

  • Event Date : 01 August 2020
  • Organised by : શ્રી દક્ષિણ ભારત કચ્છી ગુજર્ર જૈન પરીવાર
  • Sanstha : શ્રી દક્ષિણ ભારત કચ્છી ગુજર્ર જૈન પરીવાર
  • Location : હૈદ્રાબાદ
  • 57

પરીવારના સૌ સભ્યો જોગ,

જય જિનેન્દ્ર !

આખા વિશ્વમાં અને આપણા દેશ ઉપર મહામારીના સંકટમાં આપણા ‘પરીવાર’ના સૌ સભ્યોની કુશળતા ઇચ્છીએ છીએ. આવા સમયમાં આપણા ‘પરીવાર’નો કોઇ પણ સભ્ય આર્થિક સંકડામણને કારણે મુશ્કેલીમાં ન મુકાય તેવી ભાવના સાથે એપ્રિલ, મે અને જૂન- ૨૦૨૦માં ‘પરીવાર’ના તેવા સભ્યોને દૈનિક જીવન જરુરીયાતની વસ્તુઓની માટે ? ૨૫૦૦ની રકમ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવેલ હતી. આ વ્યવસ્થા આપણે પરીવારના જમા ભંડોળમાંથી કરી હતી. દરેક સ્થળે પરિસ્થિતિ હજી પણ સામાન્ય નથી બની અને આપણા ભાઇઓ આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. હવે પછી આપણે તેઓને મદદરૂપ થવું હશે તો તે માટે આપણે આપણા સભ્યો પાસેથી ફંડ મેળવી વ્યવસ્થા કરવી પડશે. આથી પરીવાર ના સૌ સભ્યોને ખાસ અપીલ કરવામાં આવે છે કે ?૨૫૦૦ અથવા તેના ગુણાંકનો ફાળો ‘સાધર્મિક ભક્તિ ફંડ-૨૦૨૦’માં ઉદાર દિલે આપવા વિનંતી કે જેથી આગામી સમયમાં આ વ્યવસ્થા સચવાય શકે.

આપને રકમ ચેક અથવા NEFTથી પરીવારના બેંક* ખાતામાં જમા કરાવી મેસેજ આપવા વિનંતી .

(મહેરબાની કરી રોકડા ભરશો નહી ). આ બાબત આપ આપના સ્થાનિક સમાજના હોદેદારોનો સંપર્ક કરી પણ યોગ્ય કરશોજી. આપના સહયોગની અપેક્ષા સહ.

લિ. શ્રી દક્ષિણ ભારત કચ્છી ગુર્જર જૈન પરીવાર વતી

પ્રમુખ : કાંતિલાલ હેમચંદ શાહ- કર્નુલ. ઉપપ્રમુખ : મુકેશભાઇ પ્રભુલાલ શાહ- ચેનૈઇ, નરેન્દ્ર ચુનીલાલ શાહ- કોચીન, મિલન ધીરજલાલ શેઠ- બેંગલોર, પૂર્ણિમાબેન રમેશ શાહ- કલીકટ, નલીન મહેંદ્ર શાહ- હૈદ્રાબાદ, રસીકલાલ છગનલાલ શાહ - મૈસુર મા. મંત્રીઃ પ્રદિપ કેશવલાલ સંઘવી - હૈદરાબાદ, ખજાનચીઃ શાંતિલાલ મણીલાલ વોરા.

વધુ માહિતી માટે ૯૪૪૦૬૦૧૬૬૯ ઉપર સંપર્ક કરવા વિનંતી.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates