નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર

  • Event Date : 01 August 2020
  • Organised by : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર
  • Sanstha : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર
  • Location : ભુજ
  • 207

ભુજઃ છેલ્લા ૧૦ વર્ષ થયા માનવસેવા, શિક્ષણ, તબીબી સેવા જીવદયા વિ. અનેકવિધ ક્ષેત્રે સમગ્ર કચ્છમાં સતત કાર્યરત જૈન સેવા સંસ્થાએ તાજેતરમાં દાતા માતુશ્રી લીલાવંતીબેન જેઠાલાલ મહેતા પરિવારના સૌજન્યથી શ્રી ગ્રામ્ય સેવા સંગઠન રાપર સંચાલિત માતુશ્રી પાર્વતીબેન રતનશી જી. ગડા, સેવા સંકુલના ૫૦ મનોરોગીઓ વિ.ને ભાવતા ભોજન સાથે એક જ કલરના ટીશર્ટની સોગાદ આપવામાં આવેલ. પ્રથમ ચરણમાં તમામ દિવ્યાંગોની તંદુરસ્તી માટે નવકાર મહામંત્રના સ્મરણ સાથે દાતા પરિવારના સભ્યોના વરદ્‌ હસ્તે તમામ દિવ્યાંગોને ભાવતા ભોજન સાથે ટી-શર્ટની સોગાદ આપવામાં આવી હતી. દાતા પરિવારે દ્વારા ખાસ જહેમત લઈ તમામ દિવ્યાંગોમાં માપ લઈ તે પ્રમાણે મુંબઈ મધ્યે ખાસ ટી-શર્ટ તૈયાર કરાવવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાને પ્રમુખ વી. જી. મહેતા, દાતા પરિવારના ચમનલાલ મહેતા, શૈલેષ કોઠારી, ચંદુભાઈ પારેખ, હરેશભાઈ ચૌધરી, કમલેશ દોશી વિ. જહેમત ઉઠાવી હતી.

**

લીલાચારાનું નિરણ : નવચેતન ભગવાન મહાવીર માનલ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે દાતા સોના શ્રેયાંશ શાહ તથા પાયલ સંજય ઝોટા હા. મધુબેન શાહના સૌજન્યથી શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજ સંચાલિત શ્રી કલાપૂર્ણસૂરિ કરૂણાધામ પશુ હોસ્પિટલમાં ૧૦૦૦ જેટલા ગૌવંશને લીલાચારાનું નિરણ કરવામાં આવ્યું હતું તેમજ પક્ષીને ચણ, શ્વાનોને લાડુ વિ. જીવદયાનાં કાર્યો કરાયા હતા.

સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતા તથા પ્રોજેક્ટ ચેરમેન દિનેશ શાહ અને હિરેન દોશીની સંયુક્ત યાદીમાં જણાવ્યા પ્રમાણે લોકડાઉનના ૫૫ દિવસો દરમિયાન ભુજ, માંડવી, રાપર, વર્ધમાન નગર વગેરે શહેરોમાં દરરોજ સંસ્થાના ઉપક્રમે વિવિધ જીવદયાનાં કાર્યો કરવામાં આવી રહ્યા છે અને કોરોનામાં કરૂણાં પ્રોજેક્ટ અંતર્ગત આ સેવા ૩૧-૫ સુધી જારી રાખવાનો સંસ્થાએ નિર્ણય કરેલ. સેવાના આ અવસરે સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતાની રાહબરી હેઠળ દિનેશ શાહ, રમેશભાઈ દોશી, પ્રદીપ દોશી, શાંતિલાલ મોતા, ચંદુભાઈ પારેખ, નિતીન શાહ, વિજય મહેતા, પરમારભાઈ, રાજેશ સંઘવી વિ. જહેમત ઉઠાવી હતી.

રૂા. ત્રણ લાખની રોકડ સહાય : ઉપરોક્ત કેન્દ્રના ઉપક્રમે સંસ્થા પરિવારના જ સભ્યોના ગુપ્તદાનના સથવારે કોરોના મહામારીના ઉપદ્રવના કારણે મુશ્કેલીમાં મુકાયેલ જરૂરતમંદ જૈન સાધર્મિક પરિવારોને રૂા. ત્રણ લાખની આર્થિક સહાય કરી તેમની ભક્તિ કરવામાં આવી હતી. સંસ્થાના ચેરમેન દિનેશ શાહ, હિરેન દોશી અને વિજય મહેતાની સંયુક્ત યાદીમાં જણાવ્યા પ્રમાણે વર્તમાન વિકટ પરિસ્થિતિમાં સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતાની રાહબરી હેઠળ કચ્છના ભુજ, રાપર, માંડવી, વર્ધમાન નગર, ભુજોડી આદિ વિસ્તારોમાં વસવાટ કરતાં સમસ્ત જૈન સમાજના જરૂરતમંદ સાધર્મિક પરિવારોમાં સર્વે કરાવી ૧૫૦ જેટલા જરૂરતમંદ પરિવારોના દ્વારે રૂબરૂ જઈ પ્રત્યેક પરિવારને બહુમાનપૂર્વક રૂા. ૨૦૦૦/-ની રોકડ સહાયના કવર અર્પણ કરવામાં આવેલ અને કુલ રૂા. ત્રણ લાખ જેટલી રોકડ આર્થિક સહાય દ્વારા તેમની ભક્તિ કરવામાં આવેલ. આ સંપૂર્ણ પ્રોજેક્ટનો લાભ નવચેતન પરિવારના સભ્યોએ લીધેલ અને પોતાના નામ ગોપનીય રાખવાુનં જણાવતાં પ્રમુખ વી.જી. મહેતા તથા સમગ્ર ટીમે તેમની ભૂરિ ભૂરિ અનુમોદના કરી તેમની દિલેરીને બિરદાવી હતી.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates