મ.સા.ની પુણ્યતિથી

  • Event Date : 05 July 2020
  • Organised by : આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘ
  • Sanstha : આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘ
  • Location : માંડવી
  • 47

આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘના ઉપક્રમે તા. ૫-૭-૨૦૨૦ના આચાર્ય નાગચંદ્રજી મ.સા.ની પુણ્યતિથી બે દિવસીય વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોથી ભક્તિભાવપૂર્વક ઉજવાઈ હતી.

પૂ. નીતાબાઈ મહાસતી (પી.એચ.ડી.), પૂ. ચાંદનીબાઈ મહાસતી અને પૂ. દિવ્યતાકુમારી મહાસતી આદિ ઠાણા-૩ની પાવનનિશ્રામાં સંઘના ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં સરકારશ્રીના નિયમોનું પાલન કરીને સતત બે દિવસ સુધી પ્રાર્થના, નવકાર મહામંત્રના સમૂહજાપ, પેપર પરીક્ષા, છઠ્ઠ તપની આરાધના, પ્રતિક્રમણના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. લોકડાઉન પછી ઘણા વખત બાદ સંઘમાં ધાર્મિક કાર્યક્રમ યોજાયો હોવાનું સંઘપ્રમુખ શ્રી નાનાલાલભાઈ દોશીએ જણાવેલ. અનુમોદનાનો લાભ દોશી જયંતીલાલ ભોગીલાલ (સુરત) પરિવારે લીધેલ.




KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates