આયંબિલ તપની આરાધના

  • Event Date : 01 June 2020
  • Organised by : શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ
  • Sanstha : શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ
  • Location : માંડવી
  • 49

શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘમાં સાધ્વીજી ભગવંતોનો સાદાઈથી ચાતુર્માસ મંગલપ્રવેશ થયો હતો.

માંડવીમાં તળાવવાળા નાકાથી સાધ્વીજી ભગવંતોએ ચાતુર્માસ પ્રવેશ કર્યો ત્યારે ગુરુજી અમારો અંતર્નાદ અમને આપો આશીર્વાદ’ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

પૂ. સાધ્વીજી ભગવંત ચારૂપ્રજ્ઞાશ્રીજી મ.સા. તથા પૂ. અક્ષયચંદ્રાશ્રીજી મ.સાહેબે મહાવીર સ્વામી ભગવાનના જિનાલયમાં માંગલિક ફરમાવતાં જણાવેલ કે સમગ્ર વિશ્વાને કોરોનાની મહામારીમાંથી મુક્તિ અપાવવા ચાતુર્માસ દરમિયાન ઘરમાં રહીને આયંબિલ તપ તેમજ શક્ય તેટલી ધર્મ-આરાધના કરી આયંબિલ તપનું મહત્ત્વ સમજાવ્યું હતું. પ.પૂ. અક્ષયચંદ્રાશ્રીજી મ.સાહેબે અંજારમાં આયંબિલ તપની ૯૨મી ઓળીનું પારણું કરી, માંડવીમાં ૯૨મી આયંબિલ તપની ઓળીનો પ્રારંભ કરેલ હોવાનું શ્રી દિનેશભાઈ શાહે જણવેલ હતું.

ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે માંડવીના પાંચે ગચ્છમાં આયંબિલ તપની આરાધના કરાવાઈ હતી. જેમાં જુદા જુદા દાતા પરિવાર તરફથી પ્રત્યેક તપસ્વીને રૂા. ૧૯૦ની પ્રભાવના કરવામાં આવી હતી. આ ઉપરાંત માંડવી તપગચ્છ જૈન સંઘના ખુલ્લા ઘરોમાં બુંદીના ચાર-ચાર લાડવાની પ્રભાવના કરવામાં આવી હોવાનું તપગચ્છ જૈન સંઘના પ્રમુખશ્રી ચંદ્રેશભાઈ શાહે જણાવેલ.

આ પ્રસંગે તપગચ્છ જૈન સંઘના પ્રમુખશ્રી ચંદ્રેશભાઈ શાહ, મંત્રીશ્રી વિરલભાઈ શાહ, ઉપપ્રમુખશ્રી ભરતભાઈ એમ. શાહ, તપગચ્છ જૈન સંઘના શ્રેષ્ઠિવર્ય ભરતભાઈ, સંજયભાઈ અને જીતુભાઈ ડગાળાવાલા, તરૂણભાઈ મહેતા, દિનેશભાઈ શાહ, ધીરજભાઈ મહેતા, જે. જી. શાહ, જયેશભાઈ ચંદુરા, એમ.જી. શાહ, ખરતરગચ્છ જૈન સંઘના પ્રમુખ શ્રી નલિનભાઈ પટવા, અચલગચ્છ જૈન સંઘના વસંતભાઈ સંઘવી વગેરે ઉપસ્થિત રહેલ.

શ્રીમતી શીતલબેન મહેતા (ડગાળાવાળા) અને દક્ષાબેન સંઘવીએ ભાવવાહી ગીત રજુ કરેલ. રસ્તામાં મહિલાઓએ ગહુલી કાઢીને સાધ્વીજીઓને આવકાર આપેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates