સ્થાપના દિનની શાનદાર ઉજવણી

  • Event Date : 01 June 2020
  • Organised by : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર
  • Sanstha : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર
  • Location : ભુજ, માંડવી, રાપર
  • 52

છેલ્લા દસ વર્ષથી માનવસેવા, જીવદયા, શિક્ષણ, તબીબી સેવા વિ. અનેકવિધ ક્ષેત્રે સતત કાર્યરત સંસ્થાના ૧૧મા સ્થાપના દિનની ભુજ તેમજ માંડવી તથા રાપર મધ્યે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં માનવસેવા અને જીવદયાના અનેક કાર્યો સાથે સમગ્ર વિશ્વમાંથી કોરોના મહામારી નાબૂદ થાય તે માટે નવકાર મહામંત્રના જાપ કરાયા હતા.

પ્રથમ ચરણમાં વિવિધ વિસ્તારોમાં ૧૦૦૦ જેટલા ગૌવંશને લીલાચારાનું નિરણ કરાયું હતું તેમજ શ્વાનોને લાડુ તથા પક્ષીને ચણ વિ. જીવદયાના કાર્યો કરાયા હતા અને રંક પરિવારોમાં લાડુ તથા ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને શ્રી ગ્રામ્ય સેવા સંગઠન રાપર સંચાલિત માતુશ્રી પાર્વતીબેન રતનશી જી. ગડા સેવા સંકુલ રાપરના ૫૦ દિવ્યાંગોને ત્રણે ટાઈમ સ્વરૂચિ ભોજન અપાયું હતું.

આગળના ચરણમાં દરેક કાર્યકરોએ પોતપોતાના નિવાસ્થાને રહી સમગ્ર વિશ્વમાંથી કોરોના મહામારી નાબૂદ થાય તે માટે મંત્રાધિરાજ નવકાર મહામંત્રના જાપ સાથે ઈષ્ટદેવની આરાધના કરી હતી અને સેવાનો વ્યાપ વધારવાના સંકલ્પ લીધા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતાની રાહબરી હેઠળ સર્વશ્રી ચમનલાલ મહેતા, અશોક સંઘવી, દિનેશ શાહ, હિરેન દોશી, પ્રદીપ દોશી, વિજય મહેતા, શાંતિલાલ મોતા, રાજેશ સંઘવી, સી.સી. જોષી, ચિંતન મહેતા, દિનેશ મહેતા, ચંદુભાઈ સંઘવી, જયેશ ચંદુરા, ચંદુભાઈ પારેખ, નિતીન શાહ, પરમારભાઈ, શૈલેષ કોઠારી, અશોક વોરા, કૌશિક મહેતા વિ. જહેમત ઉઠાવી હતી.

ગૌવંશને લીલાચારા સાથે ગોળનું નિરણ :

છેલ્લાં છ વર્ષ થયા જીવદયા, માનવસેવા, શિક્ષણ, તબીબી સેવા વિ. અનેકવિધ ક્ષેત્રે જરૂરતમંદોના ઘરે જઈને કાર્ય કરતી જૈન સેવા સંસ્થા, નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે તા. ૨૫-૫-૨૦૨૦ના રોજ જીવદયાપ્રેમીઓના સહયોગથી શ્રી રાપર પાંજરાપોળના ડાભુંડા વિભાગમાં ૩૦૦૦ ત્રણ હજાર કરતાં પણ વધારે ગૌવંશને લીલાચારા સાથે ગોળનું નિરણ કરવામાં આવ્યું હતું.

સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતા તથા પ્રોજેક્ટ ચેરમેન દિનેશ શાહ અને હિરેન દોશીના જણાવ્યા પ્રમાણે કોરોના વાઈરસના કહેર દરમિયાન લોકડાઉનના ૬૦ કરતાં પણ વધારે દિવસો દરમિયાન ભુજ, માંડવી, રાપર, વર્ધમાન નગર આદિ શહેરોમાં સંસ્થાના ઉપક્રમે ‘કોરોનામાં કરૂણા’ પ્રોજેક્ટ અંતગર્ત દરરોજ વિવિધ જીવદયાનાં કાર્યો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજરોજ રાપર પાંજરાપોળના ૩૦૦૦ ચોપગાને લીલાચારા સાથે ગોળનું નિરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાએ આ પ્રોજેક્ટ આગામી ૩૧-૫ સુધી જારી રાખવાનો નિર્ણય કર્યાનું પ્રદીપ દોશીએ જણાવેલ.

આજની સેવાના આ અવસરે સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતાની રાહબરી હેઠળ હિરેન દોશી, સોહિત મહેતા, બીના દોશી, ચંદુભાઈ પારેખ, વિનોદભાઈ, કેની દોશી વિ. કાર્યકરો જોડાયા હતા અને સ્વહસ્તે નિરણ કરેલ.

નિઃશુલ્ક છાશ કેન્દ્ર :

ઉપરોક્ત કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે તા. ૯-૬-૨૦૨૦ દાતા માતુશ્રી ચોથીબહેન ગણેશભાઈ મહેતા પરિવાર મૂળવતન લોદ્રાણી હાલે ભુજના સૌજન્યથી ભુજ મધ્યે શ્રમજીવી પરિવારો માટે હરતું ફરતું નિઃશુલ્ક છાશ કેન્દ્ર શરૂ કરેલ હતું.

છેલ્લા દસ વર્ષ થયા સંસ્થાના ઉપક્રમે દાતાઓના સહયોગથી દર વર્ષે ઉનાળામાં માંડવી તેમજ ભુજ મધ્યે ચાર-ચાર નિઃશુલ્ક છાશ કેન્દ્રો શરૂ કરવામાં આવે છે અને તેના માધ્યમથી દર વર્ષે ૬૦ હજાર લીટર જેટલી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે પરંતુ હાલે અનલોક પરિસ્થિતિમાં સરકારશ્રીના નિતીનિયમોને આધીન રહીને નગરથી દૂર, ઝૂંપડપટ્ટી આદિ હંગામી આવાસોમાં વસવાટ કરતા શ્રમજીવી પરિવારોને કાળઝાળ ગરમીમાં રાહત થાય તે હેતુસર હરતું-ફરતું નિઃશુલ્ક છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે અને પ્રથમ ચરણમાં ૧૧૦ જેટલા પરિવારોમાં ઘરે જઈ પરિવાર દીઠ ૧-૧ લીટરનાં છાશના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં શહેરના ખુણે ખુણે વસવાટ કરતાં શ્રમજીવી પરિવારોના દ્વારે જઈને છાશનું વિતરણ કરાશે તેમજ આ સેવા આગામી કચ્છી નૂતન વર્ષે કે જરૂરિયાત મુજબ આગળ પણ જારી રહેશે તેવું જણાવેલ.

સેવાના આ અવસરે સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતાની રાહબરી હેઠળ હાદિર્ક દોશી, હિરેન દોશી, શાંતિલાલ મોતા, નિતિન શાહ, પરમારભાઈ વિ. જોડાયા હતા.

સેવા પ્રવૃતિ માટે એક લાખનું ગુપ્તદાનઃ

છેલ્લા દસ વર્ષ થયા માનવસેવા, જીવદયા, શિક્ષણ, તબીબી સેવા વિ. અનેકવિધ ક્ષેત્રે સતત કાર્યરત જૈન સેવા સંસ્થા, નવચેતન ભગવાન મહાવીર માનવી કલ્યાણ કેન્દ્રને ભુજના જૈન પરિવાર તરફથી સેવા પ્રવૃત્તિ માટે રૂા. એક લાખનું માતબર દાન મળ્યું હતું.

સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતા અને પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશીના જણાવ્યા પ્રમાણે ભુજના સેવાભાવી જૈન અગ્રણીના પરિવારે સંસ્થાના કાર્યાલયની મુલાકાત લીધી હતી અને સંસ્થાની વિશ્વસક્રિયતા, સુચારૂ વહીવટ અને સેવા પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ રૂા. એક લાખનું દાન આપવાની જાહેરાત કરી હતી અને દાતા પરિવારે પોતાનું નામ જાહેર ન કરવા વિનંતી કરેલ એટલે કે ગુપ્તદાન આપેલ.

સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતાની રાહબરી હેઠળ વિજય મહેતા, પ્રદીપ દોશી, પ્રશાંત પૂજ, શાંતિલાલ મોતા ઉપસ્થિત રહ્યા હતા અને દાતાની દિલેરીને બિરદાવી તેમનો આભાર માનેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates