શ્રી માકપટ જૈન ગુજર્ર સમાજ, ભુજ દ્વારા માકપટ અન્ડર આર્મ લીગ-શેઠ કપનું આયોજન કરવામાં આવેલ.
તાજેતરમાં પિરામીડ રેસીડેન્સી મીરઝાપર મધ્યે સમાજના લોકો માટે બોક્ષ ક્રિકેટનું આયોજન કરવામાં આવેલ. સમાજના બાળકોથી લઈને મોટી ઉંમરના આશરે ૩૫૦ જેટલા લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. આ આયોજનથી ખાસ કરીને મહિલાઓ અને બાળકો મનોરંજન માણી શકે એ ઉદ્દેશ સાથે કરવામાં આવેલ.
આયોજનના મુખ્ય દાતા શેઠ વાડીલાલ અમૃતલાલ પરિવાર - ગાંધીધામ, સહાયક દાતા શાહ મોહનલાલ મુળજી પરિવાર-ભુજ, શાહ ગોવાલજી ઈન્દરજી પરિવાર-ભુજ, શાહ લાલજી પોપટ પરિવાર-ભુજ, માતુશ્રી દિવાળીબેન કરશનજી શેઠ પરિવાર-ગાંધીધામ, સંઘવી ગ્રુપ ઓફ કંપની-ભુજ તેમજ અન્ય દાતાઓનો સહકાર મળેલ.
સમાજના પ્રમુખ જયેન્દ્રભાઈ શાહ, મંત્રી જિગ્નેશભાઈ શાહ, ખજાનચી ભરતભાઈ શાહ, ઉપપ્રમુખ વિનુભાઈ શેઠ, સહમંત્રી સંજયભાઈ મહેતા, સહખજાનચી ચંદુભાઈ શાહ, કારોબારી ચેરમેન પ્રવિણભાઈ મહેતા, સલાહકાર સમિતિના સભ્યો કમલેશ સંઘવી, સુરેશ શેઠ, વિરસેન શાહ, ગાંગજી શેઠ, દાતા પરિવારના અશ્વિનભાઈ શેઠ, કિરણભાઈ શેઠ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને બિરદાવેલ.
મેલ કેટેગરીમાં ૨૪ ટીમોએ ભાગ લીધેલ જેમાં વિજેતા ટીમ બોસ સ્ટ્રાઈકર્સ અને ઉપવિજેતા મેવરીક્સ ટીમ રહ્યા હતા. ફીમેલ કેેટેગરીમાં ૧૨ ટીમોએ ભાગ લીધેલ જેમાં વિજેતા તરીકે ટીમ નયનિકા અને ઉપવિજેતા તરીકે ટીમ માનસી રહ્યા હતા. ચિલ્ડ્રન કેટેગરીમાં વિજેતા તરીકે પવન ફાઈટર્સ અને ઉપવિજેતા ટીમ કાવ્ય બ્લાસ્ટર્સ રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્પોર્ટસ કન્વીનર પિંકેશ શાહ, રાજુ શાહ તથા તેમની ટીમ પિયુષ પી. શાહ, સેતુ શાહ, રુજુલ શાહ, બિરેન શાહ, પિયુષ એલ. શાહ, વિશાલ મહેતા, રાહુલ શેઠ, નિક્ષીત શાહ, વૈભવ શાહ દ્વારા કરવામાં આવેલ.