શ્રી કચ્છી જૈન ગુજર્ર યુવક મંડળ, મલુંડ મુંબઈ આયોજીત રાજસ્થાન યાત્રા પ્રવાસ - ૪ એટલે આ સમાજના આયોજકોના અનુભવનો આસ્વાદ. આ સમાજની નવરચનાની રજતજયંતિ ૨૦૨૦ વર્ષના ઉત્સવ ઉજવણી નિમિત્તેના પ્રથમ પુરસ્કાર રૂપે કાર્યરો પોતાની સર્વ કાર્યશક્તિ, સુઝબુઝથી અનોખો ઓપ આપી સુંદર મજાના યાત્રા પ્રવાસમાં ઐતિહાસિક સ્થળ ચિતોડગઢ, કરેડા પાર્શ્વનાથ તીર્થ, આબેહુબ નવરચિત ગજમંદિર, પ્રાચીન કેશરીયાજી તીર્થ, ચમત્કારિક નાગફણી પાર્શ્વનાથ તેમજ દેશવિદેશના સહેલાણીઓનું આકર્ષ ઉદયપુરના સાઈટ સીનનો ઉમેરો કરો આ યાત્રા પ્રવાસ આયોજનને ઉત્કૃષ્ટ બનાવી સફળતાની સીડી ચડવા યશસ્વી રહ્યા હતા.
૮૪ યાત્રિકો સાથેના છ દિવસીય યાત્રાપ્રવાસ દરમિયાન ઐતિહાસિક ચિતોડગઢ કિલ્લાના દર્શન કરતાં રાણા પ્રતાપ અને તેના ચેતક ઘોડાના ડબલાની ગુંજના પડઘા કાનમાં ગુંજે ચે. તેમજ ત્યાંના અતિ પ્રાચીન સુંદર દેરાસરના દર્શન અને કીર્તિસ્તંભ, કરેડા પાર્શ્વનાથ તીર્થ સ્નાત્ર પૂજા તેમજ ભાવના, આબેહૂબ ગજમંદિર સાથે પ્રાચીન કેસરીયાજી તીર્થ દર્શન, નાગફણી પાર્શ્વનાથ તેમજ તેના ચમત્કારિક કુંડના પાણીનું અનુપાન અને છેલ્લે ઉદયપુર સાઈટ સીન. ધન્ય થઈ ગયા. મુંબઈથી આવવા જવા ટ્રેનના એસી કોચમાં ચિતોડગઢ અને ત્યાંથી એસી વોલ્વો બસમાં મુસાફરી. થ્રી સ્ટાર હોટલ જેવી આલાગ્રામ ધર્મશાળાઓમાં ઉતારો તથા રાત્રિરોકાણ. સાથે મનભાવન વાનગીઓ પીરસતી પોતાની જ કેટરીંગ વ્યવસ્થા અને વચ્ચે નાસ્તાના પેકેટો.
શિસ્તબદ્ધ અને યશસ્વી યાત્રાપ્રવાસનો શ્રેય સમાજના મુખ્ય સંઘપતિ દાતાશ્રી નિલેશભાઈ કનકલાલ વોરા પરિવાર, ગળપાદર, કચ્છ તેમજ બીજા અનેક દિલાવર દાતાઓ, સમાજ માટે તન, મન અને ધનથી તથા સાચા દિલથી વર્ષો વર્ષથી કાર્ય કરતા કાર્યકરો તથા ઉત્સાહ ઉમંગથી યાત્રા પ્રવાસને પ્રતિસાદ આપતા યાત્રિકોને જાય છે.