ચાતુર્માસ પ્રવેશ - આયંબિલસાલા નવિનીકરણ

  • Event Date : 01 July 2020
  • Organised by : શ્રી ગુર્જર જૈન સંઘ, રાઉરકેલા
  • Sanstha : શ્રી ગુર્જર જૈન સંઘ, રાઉરકેલા
  • Location : રાઉરકેલા
  • 1821

રાઉરકેલા સંઘે એક આયંબિલસાલા નવિનીકરણ માટે એક કમીટીનુ ગઠન કર્યું છે. અને તેઓની દેખરેખમા એક અતિભવ્ય નૂતન આયંબિલસાલાનું નિર્માણ  કાર્ય રાઉરકેલામા થઈ રહ્યું છે. 

ખંભાત સંપ્રદાયના પ.પૂ.બા.બ્રં.સેજલબાઈ તથા પ.પૂ.બા.બ્રં બિજલબાઈ મહાસતી જી રાયપુરથી વિહાર કરીને તા૦૯/૦૨/૨૦૨૦ ના રાઉરકેલા નગરે પ્રવેશ કરેલ છે ! ! તેમની સ્થિરતા શ્રી ગુર્જર જૈન ભવન, રાઉરકેલામા છે !

મહાસતીજીનું ચાતુર્માસ ટાટાનગર (જમશેદપુર)મા નક્કી હતુ પણ કોરોના તથા લોકડાઉનના  કારણે ત્યાં સક્યતા ના જણાતા અને ટાટાનગર સંઘની વિનતી ને માન આપીને રાઉરકેલા સંઘની કમીટીએ મહાસતીજીનું ચાતુર્માસ રાઉરકેલા સંઘમા નક્કી કર્યું છે !

રાઉરકેલા સંઘે એક ચાતુર્માસ કમીટીનુ ગઠન કર્યું છે !

આપણા રાઉરકેલા સંઘના પુણયોદયે આપણને ચાતુર્માસ નો લાભ મળ્યો છે ! 

શ્રીમતી સોનલબેન સંદિપ ભાઈ સંઘવીના નિવાસ સ્થાન EM/47 બાસંતી કોલોનીથી બંને મહાસતીજી , સંઘના સભ્યો સાથે વિહાર કરીને લગભગ ૯.૦૦ વાગે ચાતુર્માસ માટે શ્રી અનુપમ ભાઈ દોશીની આજ્ઞાથી જૈન ભવનમા પ્રવેશ કરેલ છે ! મહાસતીજીએ ચાતુર્માસની મહત્તા સમજાવી અને મધુર વાણીથી ચાતુર્માસ મા ધર્મ આરાધનાના ભાવ રાખશો એવું ઉપદેશ આપ્યો !

સંઘના સેક્રેટરી શ્રી મિલન ભાઈ મોદીએ મહાસતીજીનું ચાતુર્માસ પ્રવેશ માટે જૈન ભવનમા સ્વાગત કર્યું ! અને મંચનું વ્યવસ્થિત સંચાલન કર્યું !

સંઘ પ્રમુખ શ્રી રાજેશ ભાઈ સંઘવી, ઉપ પ્રમુખ શ્રી ઉદય ભાઈ મહેતા, ચાતુર્માસ કમીટીના પ્રમુખ શ્રી જિતેન ભાઈ શાહ, ભુતપૂર્વ પ્રમુખ શ્રી અનુપમ ભાઈ દોશી, શ્રી જૈન જાગૃતિ મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી હંસાબેન શાહ તથા શ્રી મુકેશભાઈ સંઘવીએ પોતપોતાના વિચાર વ્યક્ત કર્યા અને ચાતુર્માસ દરમ્યાન વધારેમા વધારે ધર્મ આરાધના થાય એવા ભાવ વ્યક્ત કર્યા !

પ્રવેશની ખુશાલીમા સંઘ તરફથી સંઘના પ્રત્યેક સભ્યોને પ્રભાવના આપવામાં આવેલ છે ! અને શ્રી રાજેશ ભાઈ સંઘવી પરિવાર તરફથી પ્રસંગમાં ઉપસ્થિત સર્વેને પ્રભાવના આપવામાં આવેલ હતી !

 શાંતિ, સદભાવ અને ઉલ્લાસ ભેર વાતાવરણમાં ચાતુર્માસ પ્રવેશનું કાર્યક્રમ સંપન્ન થયું ! અંતમાં ઉપસ્થિત સર્વે સભ્યોનો ખૂબ ખૂબ આભાર !

સંઘના ધર્મ પ્રેમી સ્વ.રંજન બેન હિરાલાલ મહેતા પરિવાર તરફથી આસો માસની આયંબિલની ઓળી તથા શ્રીમતી કીન્નરી તેજશ શાહ પરિવાર તરફથી ચૈત્ર માસની આયંબિલની ઓળીનો લાભ તેમના પુત્ર સમકિત તેજશ શાહના જન્મ દિવસ ઉપલક્ષમા લિધેલ છે ! સંઘ બંને લાભાર્થી  પરિવારનો ધન્યવાદ સહ આભાર વ્યક્ત કરે છે !

સંઘની ખાસ વિનતિ છે કે શાસન (રાષ્ટ્રીય સરકાર) અને પ્રશાસન (પ્રાદેશિક સરકાર) ના નિતિ નિયમો પ્રમાણે આપણે સર્વેને ધર્મ આરાધના કરવાની છે ! શોશિયલ ડીસ્ટેન્સીગ મેઈનટેન કરવાનું છે !

Stay safe stay at home

જય જિનેન્દ્ર

શ્રી રાજેશ સંઘવી (પ્રમુખ)

શ્રી ગુર્જર જૈન સંઘ, રાઉરકેલા


Submitted by : શ્રી ગુર્જર જૈન સંઘ, રાઉરકેલા

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates