Sudhir Vora9

ઘાટકોપર કચ્છ રત્ન - શ્રી સુધીર વોરા

  • Event Date : 22 June 2020
  • Organised by : શ્રી કચ્છ વીસાશ્રીમાળી ઓસવાલ ગુર્જર જૈન જ્ઞાતિસમાજ
  • Sanstha : શ્રી કચ્છ વીસાશ્રીમાળી ઓસવાલ ગુર્જર જૈન જ્ઞાતિસમાજ
  • Location : મુંબઈ
  • 330

કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે તા. 22 જૂનના રોજ શ્રી ઘાટકોપર કચ્છ વાગડ વિકાસ સમાજ તથા ઘાટકોપર ગુજરાતી સમાજ દ્વારા પ્રમુખ શ્રી સુધીર છગનલાલ વોરાને ‘ઘાટકોપર કચ્છ રત્ન’ થી નવાજવામાં આવ્યા હતા.

 

ગામ કચ્છ, માંડવીના હાલે ઘાટકોપર વસતાં શ્રી સુધીરભાઈ છગનલાલ વોરા ૪૦ વર્ષની વયથી સમાજ માટે બનતું બધુજ કરી છુટવાની ભાવના ધરાવતા સુધીરભાઈ વોરા શેર બજાર (stock market)નો વ્યવસાય ધરાવે છે. શૈક્ષણિક ક્ષેત્રે B.Com, L.L.B. થયેલ છે.

 

એમની જીવન શૈલીમાં એમણે સમાજને હંમેશાં મોખરે રાખ્યો છે. એમનો શાંત સરળ સ્વભાવ અને મધુર વાણી લોકોને સ્પર્શી જાય છે. આપણા સમાજના યુવાધનને સતત જાગૃત રાખે છે. સમાજના દરેક કાર્યની કોઠાસૂઝ ધરાવતા હોવાથી તેનું દરેક કાર્ય પ્રશંસનીય હોય છે. સુધીરભાઈએ હંમેશા ધંધા અને પરિવાર કરતાં પણ સમાજની પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપ્યું છે. સમાજમાં પ્રમુખ, મેનેજીંગ ટ્રસ્ટી, સેક્રેટરી, તથા કમિટી મેમ્બર દરેક હોદાઓ દીપાવ્યા છે. છેલ્લા ચાર વર્ષથી શ્રી કચ્છ વીસા શ્રીમાળી ઓસવાલ ગુર્જર જૈન જ્ઞાતિ સમાજ, મુંબઈનું  પ્રમુખપદ શોભાવી રહ્યાં છે.

 

મધ્યમ વર્ગ લોકો માટે ઓછા ખર્ચથી લગ્નની યોજના હોવી જોઈએ એવું સુધીરભાઈને લાગ્યું હોવાથી સમાજના માધ્યમથી શુભ મંગલ લગ્નની યોજનાને અમલમાં મૂકી છે. Rs.1,11,111/- માં બંને પક્ષના 300 જણાની  હાજરીમાં દરેક ઉત્તમ વ્યવસ્થા સાથે અત્યાર સુધી 27 લગ્ન થઈ ગયા છે. પ્રથમ પરિચય મિલન 2010 માં પણ તેમણે સક્રિયપણે ભાગ ભજવીને સમાજનું નામ રોશન કર્યું છે. આ સિવાય ગ્રાન્ડ ટેલેન્ટ શો, વુમન'સ ડે તથા મેડીકલ કેમ્પનું આયોજન પણ કોર્પોરેટ રીતે કરવામાં આવે છે.

 

રાજકોટ નાગરિક સહકારી બેંક (ઘાટકોપર)માં છેલ્લા પાંચ વર્ષથી નિસ્વાર્થ ભાવે કમિટી મેમ્બર તરીકે સેવા આપી રહ્યાં છે.

 

આવા સમાજસેવાના ભેખધારી સુધીરભાઈના સન્માન બદલ સમગ્ર કચ્છી ગુર્જર જૈન સમાજ ગૌરવ અનુભવે છે.

 


Sudhir Vora


KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates