રાજસ્થાન યાત્રા પ્રવાસ

  • Event Date : 01 March 2020
  • Organised by : શ્રી કચ્છી જૈન ગુર્જર યુવક મંડળ. મુલુંડ, મુંબઈ
  • Sanstha : શ્રી કચ્છી જૈન ગુર્જર યુવક મંડળ. મુલુંડ, મુંબઈ
  • Location : રાજસ્થાન
  • 90

શ્રી કચ્છી જૈન ગુર્જર યુવક મંડળ. મુલુંડ, મુંબઈ આયોજીત રાજસ્થાન યાત્રા પ્રવાસ - ૪ એટલે આ સમાજના આયોજકોના અનુભવનો આસ્વાદ. આ સમાજની નવરચનાની રજતજયંતિ ૨૦૨૦ વર્ષના ઉત્સવ ઉજવણી નિમિત્તેના પ્રથમ પુરસ્કાર રૂપે કાર્યકરો પોતાની સર્વ કાર્યશક્તિ, સૂઝબૂઝથી અનોખો ઓપ આપી સુંદર મજાના યાત્રા પ્રવાસમાં ઐતિહાસિક સ્થળ ચિત્તોડગઢ, કરેડા પાર્શ્વનાથ તિર્થ, આબેહૂબ નવરચિત ગજમંદિર, પ્રાચીન કેશરીયાજી તિર્થ, ચમત્કારિક નાગફણી પાર્શ્વનાથ તેમજ દેશ વિદેશના સહેલાણીઓનું આકર્ષણ ઉદયપુરના સાઇટ સીનનો ઉમેરો કરી આ યાત્રા પ્રવાસ આયોજનને ઉત્કૃષ્ટ બનાવી  સફળતાની એક સીડી ચડવા યશસ્વી રહ્યા હતા.

૮૪ યાત્રીકો સાથેના ૬ દિવસીય યાત્રા પ્રવાસ દરમ્યાન ઐતિહાસિક ચિત્તોડગઢ કિલ્લાના દર્શન કરતા રાણા પ્રતાપ અને તેના ચેતક ધોડાના ડાબલાની ગુંજના પડઘા કાનમાં ગુંજે છે તેમજ ત્યાં ના અતિ પ્રાચીન સુંદર દેરાસરના દર્શન અને કિર્તી સ્તંભ, કરેડા પાર્શ્વનાથ તિર્થ સ્નાત્ર પુજા તેમજ ભાવના, આબેહૂબ ગજમંદિર સાથે પ્રાચીન કેશરીયાજી તિર્થ દર્શન, નાગફણી પાર્શ્વનાથ તેમજ તેના ચમત્કારિક કુંડના પાણીનું અનુપાન અને છેલ્લે ઉદયપુર સાઇટ સીન, ધન્ય થઇ ગયા. મુંબઈથી આવવા જવા ટ્રેનના એસી કોચમાં ચિત્તોડગઢ અને ત્યાંથી એસી વોલ્વો બસમાં મુસાફરી, થ્રી સ્ટાર હોટલ જેવી આલાગ્રામ ધર્મશાળાઓમાં ઉતારો તથા રાત્રી રોકાણ, સાથે મનભાવન વાનગીઓ પીરસતી પોતાની જ કેટરીંગ વ્યવસ્થા અને વચ્ચે નાસ્તાના પેકેટોની મોજ, પછી જોઇએ જ શું ? એક પ્રોફેશનલ ટુરીસ્ટ કરતા પણ અનેકગણી ઉત્તમ સુવિધાઓ.

આવી રંગબેરંગી, સુવ્યવસ્થિત, સુનિયોજીત શિસ્તબદ્ધ અને યશસ્વી યાત્રા પ્રવાસનો ક્ષેય આ સમાજના મુખ્ય સંઘપતી દાતાશ્રી નિલેશભાઈ કનકલાલ વોરા પરિવાર ગળપાદર, કચ્છ. તેમજ બીજા અનેક આવા દિલાવર દાતાઓ, સમાજ માટે તન, મન અને ધનથી તથા સાચા દિલથી વર્ષો વર્ષથી કાર્ય કરતા કાર્યકરો તથા ઉત્સાહ - ઉમંગથી યાત્રા પ્રવાસને યોગ્ય પ્રતિસાદ આપતા યાત્રીકોને જાય છે.


Submitted by : શ્રી કચ્છી જૈન ગુર્જર યુવક મંડળ. મુલુંડ, મુંબઈ

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates