સમાજ રત્ન ૨૦૧૯ - શ્રીમતી બિંદુબેન નીતિનભાઈ શાહ

  • Event Date : 26 January 2020
  • Organised by : શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ, માટુંગા (પાખાડી)
  • Sanstha : શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ, માટુંગા (પાખાડી)
  • Location : મુંબઈ
  • 289

શ્રીમતી બિંદુબેન નીતિનભાઈ શાહ વર્ષોથી કર્નુલ (આંધ્રપ્રદેશ)માં સ્થાયી થયેલા મૂળ ભુજના લબ્ધ પ્રતિષ્ઠિત શ્રી કાંતિલાલ હેમચંદ શાહ પરિવારના સેવાભાવી, ગ્રેજ્યુએટ પુત્રવધૂ બિંદુબેન આપણા સમાજનું ગૌરવ છે.

શ્રી હેમચંદ દેવચંદ શાહના દાનવીર પરિવારે કર્નુલમાં ‘સર્વજન હિતાય’ HDCT હોસ્પિટલની સ્થાપના કરી જેમાં દરરોજ ૪૦૦થી ૫૦૦ દર્દીઓને ફ્રી ઓપીડી સેવા આપવામાં આવે છે.

ટ્રસ્ટ દ્વારા ૧૯૯૫માં માનસિક-શારીરિક- વિકલાંગ (બહેરા સાથે આંધળા પણ) બાળકો માટે માત્ર પાંચ બાળકોથી ‘અંબિકા શિશુકેન્દ્ર’ની સ્થાપના કરવામાં આવેલી. જે માટે બિંદુબેને કલકત્તા જઈ રહી ખાસ કોર્સ કર્યો અને આ બાળકોના અંધકારમય જીવનમાં પ્રકાશ પાથરવાનો ભગીરથ પુરુષાર્થ આદર્યો. આજે આ સંસ્થામાં ૨૦૦ બાળકો વિકસી રહ્યા છે અને કુલ ૫૯૦૭ બાળકો લાભ લઈ ચૂક્યા છે.

આ સર્વની જવાબદારી જેના માથે છે તે બિંદુબેન માણસાઈની જ્યોત પ્રજ્વલિત કરી રહ્યા છે. આ નારીરત્ન ‘ધર્મ’ને નવું વિશિષ્ટ પરિમાણ અર્પી રહ્યા છે. આજના આ માંગલિક દિને બિંદુબેનને પામીને સમાજ દ્વારા સમર્પિત ‘સમાજ રત્ન -૨૦૧૯’ ધન્ય બન્યો છે. 

કચ્છ ગુર્જરી’ના બંને સમાજરત્નોને હાર્દિક અભિનંદન.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates