સમાજ રત્ન ૨૦૧૯ - શ્રી નરેન્દ્ર પોપટલાલ પટવા

  • Event Date : 26 January 2020
  • Organised by : શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ, માટુંગા (પાખાડી)
  • Sanstha : શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ, માટુંગા (પાખાડી)
  • Location : મુંબઈ
  • 101

શ્રી નરેન્દ્ર પોપટલાલ પટવા માંડવીના આકાશમાં ઉગીને સમગ્ર મુંબઈ સમાજને ઝળાહળા કરનાર સૂરજ એટલે નરેન્દ્રભાઈ પટવા. સ્થિતપ્રજ્ઞનું એક સ્વરૂપ અને ખાનદાનીનું આખેઆખું પેકેજ એટલે નરેન્દ્રભાઈ. માંડવીની સ્કૂલમાં ભણી, ગુજરાત યુનિવર્સિટીના આ ગ્રેજ્યુએટ, સી.એ.ની પ્રતિષ્ઠિત ડિગ્રીને વર્યા તેમાંજ તેમની તેજસ્વી પ્રતિભાનું પ્રતિબિંબ પડે છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કારકિદીના સફળતાના સોપાન સર કરી ઈ.સ. ૧૯૭૨માં તેના શિખર સ્વરૂપ પોતાની N. P. Patwa & Co. શરૂ કરી જે આજે એક લબ્ધપ્રતિષ્ઠિત નામ છે, તે નિષ્ઠા અને પ્રમાણિકતાનું પ્રતીક છે.

વ્યાવસાયિક સફળતા સાથે નરેન્દ્ર નામના‘માણસ’માં એક ‘માનવ’ સદાય પાંગરતો રહ્યો છે પાંચ પાંચ દાયકાઓની નિષ્ઠા, પ્રમાણિકતા અને દીર્ઘદૃષ્ટિ ભરી સેવા તેમના નામે જમા છે. ઈ.સ. ૧૯૬૯થી ૨૦૧૫ સુધી કચ્છી ગુજર્ર જ્ઞાતિ સમાજ મુંબઈને સમર્પિત રહ્યા છે. કમિટી મેમ્બર, ખજાનચી, મા.મંત્રી, ઉપપ્રમુખ, પ્રમુખ, ટ્રસ્ટી આદિ બધા જ હોદ્દાઓ શોભાવી સતત ૪૭ વર્ષ સેવા કરી. ચેમ્બુર વાડીના નિર્માણ અને ઉદ્દઘાટનના મહત્ત્વના કાળમાં તેઓશ્રી બે ટર્મ પ્રમુખ હતા. તો કચ્છના ધરતીકંપ વખતે ‘મહાવીર કલ્યાણ ટ્રસ્ટ’ના મે. ટ્રસ્ટીના નાતે કચ્છની અદ્‌ભુત સેવા કરી. મુંદ્રાની નેચર ક્યોર હોસ્પિટલના આ ટ્રસ્ટીશ્રી ભારત સરકારની કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ટ્રસ્ટના મે. ટ્રસ્ટી અને સેક્રેટરી છે.

આમ સમાજની બહુમુખી સેવા કરતા શ્રી પટવા સાહેબને ‘સમાજરત્ન’ અર્પણ કરતા સમાજ ગૌરવ અનુભવે છે.

 
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates