શત્રુંજય તીર્થની ૯૯ યાત્રા કરનારાઓનું સન્માન

  • Event Date : 01 March 2020
  • Organised by : જય જિનેન્દ્ર ભક્તિ મંડળ
  • Sanstha : જય જિનેન્દ્ર ભક્તિ મંડળ
  • Location : માંડવી
  • 43

જય જિનેન્દ્ર ભક્તિ મંડળ દ્વારા માંડવી શહેરના કોઈપણ ભાઈ-બહેન કે બાળકો, શત્રુંજય તીર્થની ૯૯ યાત્રા કરે ત્યારે તેનું સન્માન મંડળ દ્વારા કરવામાં આવે છે.

પાલિતાણા તીર્થ મધ્યે પૂ. ગુરૂવર શ્રી પ્રદીપચંદ્ર સૂરિજી મ.સા. તથા આપણા માંડવીના મહાહંસ વિજયજી મ.સા. પ્રેરિત સિદ્ધવડથી ૯૯ યાત્રા તથા ઉપધાન તપની આરાધના કરાવવામાં આવેલ હતી. જેમાં માંડવીનાં વર્શિપ શાહ, મહેન્દ્ર દેઢિયા તથા ગીતલબેન શાહે સુખરૂપ પોતાની શત્રુંજયતીર્થની ૯૯ યાત્રા સંપન્ન કરેલ.

વર્શિપ શાહનું માળાથી ભરતભાઈએ, શ્રીફળ પ્રવિણભાઈએ, ગીફ્ટ વીરલ ચેતના તથા મોમેન્ટો જયેશભાઈએ અર્પણ કરીને સન્માન કરેલ હતું.

પારસ દેઢિયાનું માળા શ્રી રોહિત વોરાએ, શ્રીફળ પ્રદીપભાઈએ, ગીફ્ટ હિના અશ્વિને તથા મોમેન્ટો મંજરી-મયુરે સન્માન કરેલ.

ગીતલબેનનું સન્માન માળાથી ભારતીએ, શ્રીફળ જ્યોતિબેન ગાલાએ તથા ગીફ્ટ ઉષા મુકેશે તથા સન્માન જયશ્રીબેને, રાજુભાઈએ કરેલ. ભક્તિ પ્રાર્થનામાં સારી સંખ્યામાં સભ્યોએ ભાગ લીધેલ. નવકાર મંત્રની ધૂન સાથે કાર્યક્રમ પૂરો જાહેર કરવામાં આવેલ. જીવદયા અંગેનો ફાળો એકત્ર કરવામાં આવેલ.

 
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates