ત્રિદિવસીય દર્શન યાત્રા

  • Event Date : 31 January 2020
  • Organised by : શ્રી કચ્છી ગુજર્ર જૈન સમાજ, ડોંબીવલી
  • Sanstha : શ્રી કચ્છી ગુજર્ર જૈન સમાજ, ડોંબીવલી
  • Location : ડોંબીવલી
  • 46

શ્રી કચ્છી ગુજર્ર જૈન સમાજ, ડોંબીવલી આયોજિત ત્રિદિવસીય દર્શન યાત્રા જેમાં વરણામાં તીર્થ મણિલક્ષ્મી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમુલ ડેરી, ચંદ્રમંગલ તીર્થ, ઓમકાર તીર્થ તથા ખંભાતના પ્રાચીન દેરાસરોના દર્શનાર્થે.

ડોંબીવલીથી તા. ૩૦-૧-૨૦૨૦ના રાત્રે દર્શનયાત્રા પ્રારંભ કરેલ. જેમાં ૮૮ યાત્રિકોએ લાભ લીધેલ. સમાજના સાત ગેસ્ટ પણ સામેલ થયેલ.

તા. ૩૧-૧-૨૦૨૦ સવારે વરણામાં તીર્થ પહોંચી નવકારશી તથા સેવા-પૂજા કરી બપોરે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા પ્રયાણ કરેલ. બપોરનું જમણ અને સાંજનું ચોવિહાર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જ કરેલ. રાત્રે વરણામાં તીર્થ પાછા ફરી રાત્રિ રોકાણ ત્યાં કરેલ.

તા. ૧-૨-૨૦૨૦ સવારે નવકારશી વાપરી ઓમકાર તીર્થ તરફ પ્રયાણ કરેલ. ત્યાં બપોરનું ભોજન લઈ અમુલ ડેરી નિહાળવા ગયેલ. સાંજે મણિલક્ષ્મી તીર્થ પહોંચી ચોવિહાર બાદ સંધ્યાભક્તિનો લાભ લીધેલ તથા રાત્રિ રોકાણ.

તા. ૨-૨-૨૦૨૦ સવારે મણિલક્ષ્મી તીર્થમાં સેવાપૂજા કરી ભગવાનને થાળ અર્પણ કરેલ. બપોરનું જમણ કરી ચંદ્રમંગલ તીર્થ તથા ખંભાતના પ્રાચીન દેરાસરોમાં દર્શન. ચૈત્યવંદન કરી સાંજે મણિલક્ષ્મીમાં ચોવિહાર કરી રાત્રે ૮ વાગે મુંબઈ તરફ પ્રયાણ કરેલ.

તા. ૩-૨-૨૦૨૦ સવારે ૭.૩૦ કલાકે ડોંબીવલી પહોંચી દર્શનયાત્રાની યાદોને વાગોળતા સૌ છૂટા પડેલ.

આ દર્શનયાત્રામાં પાંચ સંઘપતિઓએ લાભ લીધેલ.

૧) માતુશ્રી નિર્મળાબેન કાંતિલાલ શાહ પરિવાર-દરશડી, ૨) શ્રીમતી નયનાબેન વિનોદ શેઠ પરિવાર - નખત્રાણા, ૩) માતુશ્રી વિદ્યાગૌરી રમણિકલાલ શાહ પરિવાર-માંડવી, ૪) શ્રી જેઠાલાલ મોતીલાલ સંઘવી પરિવાર અંજાર તથા ૫) શ્રી વસંતભાઈ લાલચંદ સંઘવી પરિવાર ગઢશીશા.

તથા નવકારશી, બપોરનું ભોજન તથા ચોવિહારના દાતા પરિવારો - ૧) નેહાબેન શૈલેષ ગાંધી, ૨) પ્રમોદ શીંગજી દોશી તથા દિવ્યાબેન પ્રકાશ શાહ, ૩) પ્રિતીબેન પ્રફુલ શાહ, ૪) અસ્મિતાબેન ઉમેશ શાહ ટિટવાલા, ૫) અપૂર્વ નરોત્તમ શાહ તથા જયશ્રીબેન મહેતા, ૬) માતુશ્રી વનિતાબેન વાડીલાલ શાહ, ૭) શ્રીમતી સાધનાબેન અનિલ વસા, ૮) માતુશ્રી મંજુલાબેન ચમનલાલ શાહ, ૯) માતુશ્રી કનકબેન કિશોરચંદ શાહ.

સર્વ દાતાઓનો ડોંબીવલી સમાજ કમિટી ખૂબ ખૂબ આભાર માને છે. દરેક યાત્રિકોને રૂા. ૨૦૦નું સંઘપૂજન તથા સંઘપતિ પરિવાર તરફથી એક બેગ ભેટ આપવામાં આવેલ.

દર્શનયાત્રા કમિટી - રાજીવ સંઘવી, દિપેશ સંઘવી, અનિલ વસા, કીર્તિ શાહ, ભાવેશ શાહ, વિનુભાઈ શેઠ તથા પ્રતિક મહેતા.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates