શ્રી દિનેશભાઈ શાહનું અભિવાદન

  • Event Date : 14 February 2020
  • Organised by : કોઠારા જી.ટી. હાઈસ્કૂલ
  • Sanstha : કોઠારા જી.ટી. હાઈસ્કૂલ
  • Location : માંડવી
  • 46

અબડાસા તાલુકાની કોઠારા જી.ટી. હાઈસ્કૂલમાં અભ્યાસ કરીને વિવિધ સિદ્ધિ મેળવીને કોઠારાનું ગૌરવ વધારવા બદલ હાલમાં માંડવી રહેતા માંડવીના સામાજિક અગ્રણી શ્રી દિનેશભાઈ મણીલાલ શાહનું કોઠારામાં તા. ૧૪-૨-૨૦૨૦ના જાહેર અભિવાદન કરાયું હતું.

કોઠારા જી.ટી. હાઈસ્કૂલના ૧૯૭૦થી ૧૯૭૪ના બેચના અને સિનિયર મોસ્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ૫૦ વર્ષ બાદ સ્નેહમિલન યોજાયું હતું.

શ્રી વ.ક. નાથા છાત્રાલય-કોઠારા (તા. અબડાસા)માં યોજાયેલા ત્રિદિવસીય સ્નેહ મિલનમાં વલ્લભદાસભાઈ (મુંબઈ) અને હરીશભાઈ મુનીવરના હસ્તે મોતીની માળા પહેરાવી, શાલ ઓઢાડી, મોમેન્ટો અર્પણ કરીને માંડવીના સામાજિક અગ્રણી રાજ્ય/રાષ્ટ્રીય અને સમાજરત્ન એવોર્ડ વિજેતા શ્રી દિનેશભાઈ શાહ (મહેતા)નું જાહેર સન્માન કરાયું હતું.

આ પ્રસંગે કોઠારા જી.ટી. હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રી પ્રભાતસિંહજી જાડેજા, સ્નેહમિલનના પ્રેરણામૂર્તિ સોમચંદભાઈ લોડાયા, ૧૯૭૦થી ૧૯૭૪ના બેચના દેશભરના ૮૪ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, આમંત્રિત મહેમાનો અને કોઠારાના ગામલોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates