નિઃશુલ્ક મેગા નિદાન અને સારવાર કેમ્પ

  • Event Date : 04 February 2020
  • Organised by : જનકલ્યાણ મેડીકલ સોસાયટી
  • Sanstha : જનકલ્યાણ મેડીકલ સોસાયટી
  • Location : માંડવી
  • 46

માંડવીમાં છેલ્લા ૨૭ વર્ષથી આરોગ્ય ક્ષેત્રે સતત કાર્યરત સંસ્થા જનકલ્યાણ મેડીકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલીસીસ સેન્ટરના ઉપક્રમે તા. ૪-૨-૨૦૨૦ને વર્લ્ડ કેન્સર દિવસ માનવ સેવાના કાર્યથી ઉલ્લાસભેર ઉજવાયો હતો.

સંસ્થાના ઉપક્રમે યોજાયેલા નિઃશુલ્ક મેગા નિદાન અને સારવાર કેમ્પમાં કચ્છ ભરના દર્દીઓ ઉમટી પડ્યા હતા. સંસ્થાના પ્રમુખશ્રી કિરણભાઈ સંઘવીના પ્રમુખપદે યોજાયેલા આ નિઃશુલ્ક મેગા નિદાન અને સારવાર કેમ્પને દિપ પ્રગટાવીને ખુલ્લો મુકતા શેઠ ખીમજી રામદાસ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજર શ્રી ભરતભાઈ વેદે જનકલ્યાણ મેડીકલ સોસાયટી દ્વારા છેલ્લા ૨૭ વર્ષથી થઈ રહેલી આરોગ્ય સેવાને બિરદાવી, સંસ્થાને સાથ-સહકારની ખાતરી આપી હતી.

પ્રમુખપદેથી સંસ્થાના પ્રમુખશ્રી કિરણભાઈ સંઘવીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી, કેન્સર એટલે કેન્સલ નહીં પરંતું વહેલા નિદાનથી જીવતદાન મળી શકે છે તેમ જણાવેલ. તેમણે સંસ્થાની વિવિધ આરોગ્ય સેવાની માહિતી આપી, દર્દીઓને નિદાન માટે જાગૃતિ કેળવવા પર ભાર મૂકેલ.

આ નિઃશુલ્ક મેગા કેમ્પમાં કેન્સર તથા લોહીના રોગોના નિષ્ણાંત ડો. વિકાસ ગઢવી, રેડીયેશન ઓન્કોલેજીસ્ટ ડો. અનુજદીપ ગુપ્તા, થાઈરોઈડગ્રંથિ, શરીરની અંતઃસ્ત્રાવગ્રંથીઓ, ટાઈપ ૧ અને ૨ ડાયાબીટીસ, ગર્ભાવસ્થામાં ડાયાબીટીસ રોગોના નિષ્ણાંત ડૉ. કુનાલ ઠક્કર, એપેન્ડીક્ષ, સારણગાંઠ, હરસ, મસા, પેટના રોગોના નિષ્ણાંત અને સંસ્થાના ફુલ ટાઈમ સજર્ન ડો. કેતન બોરખતરીયા, જીરોલોજીસ્ટ ડૉ. ગૌતમ પીપારા, નેફ્રોલોજીસ્ટ ડો. જયમિ સોમાની, ઈએનટી સજર્ન ડૉ. રશ્મિ સોરઠીયા, ગાયનેકોલોજીસ્ટ (સ્ત્રીરોગ નિષ્ણાંત), ડો. ચાર્મિબેન પવાણી, દાંતના ડો. વિધી શુક્લા અને સંસ્થાના ફુલટાઈમ મેડીકલ ઓફિસર ડૉ. જયેશ મકવાણાએ પોતાની સેવા આપી હોવાનું ઉપપ્રમુખ ભાવનાબેન ઉદેશીએ જણાવેલ.

આ મેગા કેમ્પમાં કુલ ૧૧૪ દર્દીઓને ડોકટરોની ટીમે તપાસ્યા હતા જે પૈકી કેન્સર તથા લોહીના રોગોના ૨૫, રેડીયેશન એન્કોલોજીસ્ટના ૧૦, નેફ્રોલોજીસ્ટના ૮, કાન-નાક-ગળાના ૭, સ્ત્રીરોગના ૧૫ અને દાંતના રોગના ૮ દર્દીઓનો સમાવેશ થાય છે. ૧૮ દર્દીઓને ૫૦ ટકા રાહત ભાવે લેબોરેટરીની તપાસ કરી અપાઈ હતી. ૩ સ્ત્રીઓને મેમોગ્રાફી નિઃશુલ્ક કરી અપાઈ હતી. જ્યારે ૨ દર્દીઓની બાયોક્ષી કરી અપાઈ હતી. દવામાં ૫૦ ટકા રાહત આપવામાં આવેલ હોવાનું સંસ્થાના ટ્રસ્ટી અને મીડીયા કન્વીનર શ્રી દિનેશભાઈ શાહે જણાવેલ.

પ્રસંગ પરિચયમાં સંસ્થાના ખજાનચી ડૉ. હર્ષદભાઈ ઉદ્દેશીએ વર્લ્ડ કેન્સર દિવસ ઉજવણીનો હેતુ વિગતવાર સમજાવ્યો હતો. તેમણે દર્દીઓને વહેલા નિદાન માટે અને નિદાન બાદ સારવાર મેળવવામાં આળસ ન કરવા અનુરોધ કર્યો હતો. સંસ્થા દ્વારા કેન્સર જાગૃતિ માટે વર્ષ દરમિયાન ઉજવાતા વિવિધ દિવસોની વિગતે માહિતી આપી હતી. સંસ્થાના મંત્રીશ્રી સંજયભાઈ ડગાળાવાળાએ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. ચાર્મિબેન પવાણીએ કેન્સરના લક્ષણોની માહિતી આપી, સ્ત્રીઓને થતાં કેન્સરોની માહિતી આપી, અવેરનેસ ઉપર ભાર મૂક્યો હતો. સવાયા કચ્છીનું બિરૂદ મેળવનાર શ્રી ગોરધનભાઈ પટેલે આધુનિક ખાણીપીવી રોગ માટે જવાબદાર હોવાનું જણાવી, ખાણીપીણીમાં જુનવાણી પદ્ધતિ આરોગ્ય માટે સારી હોવાનું જણાવે. કેમ્પમાં ડૉ. રમેશભાઈ પટેલ માનકુવાવાળાએ રૂપિયા ૧૧ હજારનું દાન કેન્સરના ગરીબ દર્દીઓની સારવાર માટે જાહેર કરેલ.

આ પ્રસંગે કેમ્પમાં સહયોગી બનનાર નર્સીંગ કોલેજના નર્સ બહેનોને સર્ટિફિકેટ આપી સન્માનાયા હતા. મંચસ્થ મહાનુભાવોનું સંસ્થાના પદાધિકારીશ્રીઓ સર્વશ્રી કિરણભાઈ સંઘવી, ભાવનાબેન ઉદેશી, ડૉ. હર્ષદભાઈ ઉદેશી, અરવિંદભાઈ શાહ તેમજ ટ્રસ્ટીઓ દિનેશભાઈ શાહ, પ્રજ્ઞાબેન પોપટ, શાંતિભાઈ પટેલ, રાજુભાઈ ચૌધરી, ડો. કેતન બોરખતરીયા, સંસ્થાના એડમિનિસ્ટ્રેટર મલ્લીકાબેન ભટ્ટના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. કેમ્પમાં સેવા આપનાર તમામ ડોકટરોની ટીમ અને માનકુવાથી આવેલા ડૉ. રમેશભાઈ પટેલુનં અભિવાદન કરાયું હતું. ડૉ. ચંદારાણા સહયોગી રહ્યા હતા. માંડવીના નગરપતિ શ્રી મેહુલભાઈ શાહે સંસ્થાની વિવિધ આરોગ્ય સેવાઓને બિરદાવી, કેમ્પને શુભેચ્છા પાઠવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી પ્રજ્ઞાબેન પોપટે કરેલ જ્યારે સહમંત્રી શ્રી અરવિંદભાઈ શાહે આભારવિધી કરેલ. સંસ્થાના ફુલ ટાઈમ ડૉ. જયેશભાઈ મકવાણાએ દદર્ીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. કેમ્પને સફળ બનાવવા સંસ્થાના ટ્રસ્ટીઓ અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે માંડવી મર્ચન્ટ એસોસીએશનના પ્રમુખશ્રી લલીતભાઈ મહેતા, સામાજિક અગ્રણી શ્રી જયેશભાઈ જી. શાહ અને માંડવી જાયન્ટ્‌સ ગ્રુપના પૂર્વ પ્રમુખ ડી. કે. પંચાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates