નૂતન વર્ષ સ્નેહમિલન તથા તપસ્વીઓનું બહુમાન

  • Event Date : 23 November 2019
  • Organised by : શ્રી કચ્છી ગુર્જર જૈન પરિવાર કલીકટ
  • Sanstha : શ્રી કચ્છી ગુર્જર જૈન પરિવાર કલીકટ
  • Location : કલીકટ
  • 55

ઉપરોક્ત પરિવારે નૂતન વર્ષ સ્નેહમિલન તથા તપસ્વીઓનું બહુમાનનો કાર્યક્રમ તા. ૨૩-૧૧-૨૦૧૯ના સાંજે ૬.૦૦ કલાકે શ્રી જૈન મહાજન વાડી હોલમાં રાખેલ.

કાર્યક્રમની શરૂઆત કમિટીના સભ્યોએ દીપ પ્રગટાવીને કરેલ. ત્યારબાદ ચિ. હર્ષ ફોફડીયા દ્વારા પ્રાર્થના રજૂ કરાઈ. બહેનોએ સાથે મળીને સ્વાગત નૃત્ય પ્રસ્તુત કરેલ. પ્રમુખ શ્રીમતી પૂર્ણિમાબેન મહેતાએ પરિવારજનોનું હાદિર્ક સ્વાગત કરીને નવા વર્ષની શુભકામના પાઠવેલ.

ત્યારબાદ દિવંગત સભ્યોના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળેલ. પર્યુષણ મહાપર્વ નિમિત્તે શ્રી જીતુભાઈ ફોફડીયાએ ૮ ઉપવાસ કરેલ તેમનું બહુમાન શ્રી જગદીશભાઈ શાહે ચાંદીનો સિક્કો તથા શ્રીફળ આપી કરેલ. કુ. ધ્રુવી શાહ તથા શ્રીમતી ભાવિકા સંઘવીએ રમતગમતનું આયોજન કરેલ. જેમાં દરેકે દરેક સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ.

તદ્‌ઉપરાંત વિવિધ હરિફાઈઓ લકી ડ્રો અને હાઉસીનું આયોજન કરવામાં આવેલ. હરિફાઈમાં રંગોળી, મીઠાઈ (કોપરાપાક) બનાવવાની અને રેમ્પ વોક ઈન બોલીવુડ સ્ટાઈલની હરિફાઈ રાખેલ. દરેક હરિફાઈમાં બાળકો તથા બહેનોએ ભાગ લીધેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુ. ધ્રુવી શાહે કરેલ.

* મીઠાઈ (કોપરાપાક) બનાવવાની હરિફાઈમાં ત્રણ ઈનામ આપવામાં આવેલ. પ્રથમ : શ્રીમતી અરૂણાબેન કિરીટભાઈ શાહ, દ્વિતીય : શ્રીમતી નીરૂબેન એચ. દોશી, તૃતિય : શ્રીમતી ભાવનાબેન સી. શાહ.

* રંગોલી હરિફાઈમાં બે ગ્રુપ કરવામાં આવેલ. ૧) ૧૫ વર્ષ સુધીના ૨) ૧૫ વર્ષથી ઉપરના. જેમાં જોડીમાં ભાગ લેવાનો હતો. પ્રથમ ગ્રુપમાં વિજેતા કુ. પરીના પી. શાહ તથા કુ. તનીશા કે. ફોફડીયા. જ્યારે બીજા ગ્રુપમાં વિજેતા શ્રીમતી મંજરીબેન પી. હ તથા શ્રીમતી બીંદુબેન જી. મહેતા.

* બોલીવુડ સ્ટાઈલ રેમ્પ વૉકમાં ત્રણ કેટેગરી રાખવામાં આવેલ. પ્રથમ (૧) ૧૫ વર્ષથી નીચેના જેમાં કુ. જીયા પી. મહેતાને ઈનામ મળે. દ્વિતીય : (૨) ૧૫થી ૩૦ વર્ષ, જેમાં જેમાં ચિ. હર્ષ આર. ફોફડીયાને ઈનામ મળેલ તથા તૃતીય (૩) ૩૦ વર્ષથી ઉપરના જેમાં ઉચિતા પી. મહેતાને ઈનામ આપવામાં આવેલ.

કાર્યક્રમનું સમાપન મંત્રીશ્રી જગદીશભાઈએ આવેલ. દરેક સભ્યોનો આભાર માનીને કરેલ. ત્યારબાદ સૌ સ્વાદિષ્ટ ભોજન માણીને છૂટા પડેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates