૧૯૦મો ધ્વજારોહણ મહોત્સવ

  • Event Date : 14 February 2020
  • Organised by : શ્રી અજીતનાથજી જિનાલય
  • Sanstha : શ્રી અજીતનાથજી જિનાલય
  • Location : માંડવી
  • 51

નખત્રાણા તાલુકાના મંજલ નગરના શ્રી અજીતનાથજી જિનાલયનો ૧૯૦મો ધ્વજારોહણ મહોત્સવ તા. ૧૪-૨-૨૦૨૦ના રંગેચંગે સંપન્ન થયો હતો. બે દિવસીય કાર્યક્રમોમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનો ભાવિકોએ લાભ લીધો હતો.

મૂળનાયક શ્રી અજીતનાથજી ભગવાનની ધ્વજાનો લાભ માતુશ્રી વસંતબેન મનસુખલાલ લાલજી શાહ પરિવારે, શ્રી ચંદ્રપ્રભુજી ભગવાનની ધ્વજાનો લાભ મહેતા રેખાબેન શશીકાંત વેલજી પરિવારે, રંગમંડપની ધ્વજાનો લાભ માતુશ્રી વર્ષાબેન વાડીલાલ શાહ પરિવારે, યુગપ્રધાન દાદા જીનદતસૂરિશ્વરજી દાદા સાહેબની ધ્વજાનો લાભ શાહ મોહનલાલ મુળજીના પૌત્રોએ, આરાધના નગરીનો લાભ માતુશ્રી ચંચળબેન મોહનલાલ શાહ પરિવારે, મંજલ ધર્મનગરી તથા દહેરાસરજીના પ્રવેશદ્વાર પર આત્મિયજનોને આવકારવાનો લાભ માતુશ્રી લીલાવંતીબેન ચુનીલાલ શાહ પરિવારે અને શ્રી ભરતચક્રી ભોજનખંડનો લાભ માતુશ્રી સૂરજબેન અમરચંદ પરિવાર અને કલાબેન વિનોદચંદ્ર શાહ પરિવારે લીધો હતો.

પ્રથમ દિવસની નવકારશી હર્ષિદાબેન નિતીનકુમાર સંઘવી પરિવાર (ગાંધીનગર) અને ઉર્મિલાબેન વિનયકુમાર શાહ પરિવાર (નાગપુર) અને હેમલતાબેન જયેન્દ્રભાઈ શાહ પરિવારે જ્યારે ચૌવિહારનો લાભ શાહ પદમશીભાઈ પ્રેમચંદ પરિવારે લીધો હતો જ્યારે બીજા દિવસની નવકારશીનો લાભ માતુશ્રી વર્ષાબેન વાડીલાલ શાહ પરિવારે અને સ્વામી વાત્સલ્યનો લાભ માતુશ્રી ચંચળબેન મોહનલાલ શાહ પરિવારે લીધો હતો.

વિધિકાર પંડિતજી દિનેશભાઈ શાહ (મંજલ- નાસિક) અને જીગ્નેશભાઈ સંઘવી (માધાપર) તેમજ સંગીતકાર તરીકે પ્રવિણભાઈ ગોર એન્ડ પાર્ટીએ રંગત જમાવેલ.

આ પ્રસંગે આ.શ્રી.વિજય વલ્લભ સૂરિશ્વરજી મ.સા.એ માંગલિક તથા આશીર્વચન ટેકનીક દ્વારા પાઠવ્યા હતા. સાધ્વીશ્રી જ્યોતિ પ્રજ્ઞાશ્રીજી મ.સા.એ અમદાવાદથી શુભેચ્છા સંદેશ પાઠવેલ.

સમગ્ર આયોજનને સફળ બનાવવા સર્વશ્રી અરવિંદભાઈ શાહ, સુનિલભાઈ શાહ, ધીરેનભાઈ લાલન, પ્રજ્ઞેશભાઈ મહેતા, ચંદ્રકાંતભાઈ શાહ, લક્ષ્મીચંદભાઈ શાહ, દિનેશભાઈ શાહ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates