અખિલ ભારતીય શિક્ષણ સન્માન સમારોહ

  • Event Date : 26 January 2020
  • Organised by : શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ, માટુંગા (પાખાડી)
  • Sanstha : શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ, માટુંગા (પાખાડી)
  • Location : મુંબઈ
  • 60

રવિવાર, તા. ૨૬-૧-૨૦૨૦નાં પ્રજાસત્તાક દિને શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ, માટુંગા (પાખાડી) દ્વારા ગુર્જરવાડી, માટુંગા મધ્યે ‘અખિલ ભારતીય શૈક્ષણિક સન્માન સમારોહ’યોજવામાં આવેલ. અભૂતપૂર્વ શિસ્ત સાથે ચાર કલાકનો કાર્યક્રમ લોકોએ માણ્યો હતો. ભારતભરના ‘ગુર્જર સમાજ’ના જુદા જુદા પ્રવાહના ૬૩ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ. યુનિવર્સિટીમાં કોન્વોકેશન સમારંભની જેમ સર્વે વિદ્યાર્થીઓને Cap & Hood પહેરાવી ગોલ્ડ મેડલ/સિલ્વર મેડલ ઉપરાંત સર્ટિફિકેટ અને ભેટથી નવાજવામાં આવેલ.

કર્નુલ, રાઉરકેલા, હૈદ્રાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, કોચીન, કલીકટ, ભુજ, માંડવી, અંજાર આદિ સ્થળોએથી વિદ્યાર્થીઓ તથા વાલીઓનું આગમન થયેલ. વિદ્યાર્થીઓએ પ્રતિભાવમાં જણાવેલ કે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ-માટુંગા (પાખાડી) દ્વારા તેમનું સન્માન થાય છે ત્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટી કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીનું સન્માન મળ્યું હોય તેવી અનુભૂતિ થાય છે.

શૈક્ષણિક, સામાજિક કે તબીબી ક્ષેત્રે સાતત્યપૂર્ણ દીર્ઘ સેવા આપનાર ગુર્જર સમાજની બે વ્યક્તિઓને સમાજ દ્વારા માતુશ્રી ડાહીબેન કરમચંદ શેઠ સમાજરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે સી.એ. નરેન્દ્રભાઈ પોપટલાલ પટવા, મુંબઈ-માંડવી તથા શ્રીમતી બિંદુબેન નીતિનભાઈ શાહને શાલ અને માળા સાથે સન્માન કરી ૨૦૧૯નો સમાજરત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates