માતાની પુણ્યતિથી માનવસેવાના કાર્યથી ઉજવી

  • Event Date : 01 February 2020
  • Location : માંડવી
  • 56

મૂળ માંડવીના વતની હાલમાં દુબઈમાં રહેતા વતનપ્રેમી પુત્રો શરદભાઈ પારેખ અને તેમના ભાઈઓએ પોતાના માતુશ્રી ચંચળબેન નાનાલાલ પારેખની ૧૧મી પુણ્યતિથી માંડવી મધ્યે માનવસેવાના કાર્ય કરીને ઉજવી હતી.

માંડવીના પૂર્વ નગરપતિ અને જૈન અગ્રણી રસીકભાઈ દોશીની પ્રેરણાથી શરદભાઈ પારેખ અને તેમના ભાઈઓના સૌજન્યથી માંડવીના નબળા વર્ગના ૨૦૦ લોકોને ઠંડી સામે રક્ષણ મેળવવા ગરમ ધાબળાનું વિતરણ કરીને માનવસેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડેલ.

આ પ્રસંગે પૂર્વ નગરપતિ રસીકભાઈ દોશી, જૈન અગ્રણી અને સમાજરત્ન એવોર્ડ વિજેતા વાડીલાલ દોશી, આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘના પ્રમુખશ્રી નાનાલાલભાઈ દોશી તેમજ શ્રી દિનેશભાઈ શાહે શરદભાઈ પારેખ અને તેમના ભાઈઓનો આભાર માનેલ. આ પ્રસંગે ભરતભાઈ નવિનચંદ્ર મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates