અડદિયા અને નમકીનનું વિતરણ

  • Event Date : 01 February 2020
  • Organised by : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર
  • Sanstha : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર
  • Location : માંડવી
  • 39

નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે માંડવીના જૈન આશ્રમના અંતેવાસીઓને દેશી ઘીના અડદિયા અને નમકીનનું વિતરણ કરાયું હતું.

જૈન આશ્રમના ભોજનખંડમાં સંસ્થાના પ્રમુખશ્રી વી. જી. મહેતાના પ્રમુખપદે યોજાયેલા કાર્યક્રમમાં માતુશ્રી કુંવરબેન છગનલાલ દોશી (રવ હાલે થાણા)ના સૌજન્યથી જૈન આશ્રમના ૧૨૦ જેટલા અંતેવાસીએને દેશી ઘીના અડદિયા અને નમકીનનું વિતરણ કરાયું હતું.

આ સેવાકાર્યમાં પ્રમુખશ્રી વી.જી.મહેતા, શ્રી દિનેશભાઈ શાહ, સંસ્થાના કાર્યકરો સર્વશ્રી શાંતિલાલ મોતા, સુરેશભાઈ સોમૈયા, સી.સી. જોશી અને દીપ દિનેશભાઈ શાહ જોડાયા હતા. આ સેવાકાર્યમાં રમણીકભાઈ સલાટ, અનસુયાબેન શાહ અને જયશ્રીબેન ગિરનારી સહયોગી રહ્યા હતા. જૈન આશ્રમના અનિલભાઈ ટાંક અને લક્ષ્મીબેન સાવલાએ વ્યવસ્થા સંભાળેલ.

આ પ્રસંગે જૈન આશ્રમના હીનાબેન શાહે ભાવવાહી ગીત ગાઈને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates