ગરમ ધાબળા અર્પણ

  • Event Date : 01 January 2020
  • Organised by : સમર્પણ ધ્યાન આશ્રમ
  • Sanstha : સમર્પણ ધ્યાન આશ્રમ
  • Location : માંડવી
  • 88

જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નં.૩ના પૂર્વશિક્ષિકા સ્વ. રંજનબેન દિનેશભાઈ શાહના આત્મશ્રેયાર્થે તેમના પરિવારના સૌજન્યથી સમર્પણ ધ્યાન આશ્રમ-પુનડીમાં શિબીરાર્થીઓને ઠંડી સામે રક્ષણ મેળવવા ધાબળા અર્પણ કરાયા હતા.

આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘના કાર્યવાહક પૂ. તારાચંદમુનિ મ.સા., પૂ. પ્રશાંતમુનિ મ.સા., પૂ. સમર્પણમુનિ મ.સા. તેમજ પૂ. ઉષાબાઈ મહાસતી, પૂ. સંગીતાબાઈ મહાસતી અને પૂ. રમ્યતાબાઈ મહાસતીની નિશ્રામાં સમર્પણ ધ્યાન આશ્રમના અધ્યક્ષ ડૉ. પ્રવિણભાઈ લીંબાણીના પ્રમુખસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં દિનેશભાઈ શાહે ૫૦ ગરમ ધાબળા અર્પણ કર્યા હતા.

પ્રારંભમાં આશ્રમના મેનેજર શ્રી હસીતભાઈ જોશીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. પ્રમુખસ્થાનેથી ડૉ. પ્રવિણભાઈ લીંબાણીએ સમર્પણ ધ્યાન આશ્રમની વિગતે માહિતી આપી હતી. જૈન સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. શ્રીમતી દક્ષાબેન લીંબાણીએ ધાબળા આપવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મનુભા જાડેજા તથા બળવંતસિંહ ઝાલાએ પુસ્તક વડે દિનેશભાઈ શાહનું અભિવાદન કરેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates