નિઃશુલ્ક મેગા નિદાન અને સારવાર કેમ્પ

  • Event Date : 11 January 2020
  • Organised by : જનકલ્યાણ મેડિકલ સોસાયટી
  • Sanstha : જનકલ્યાણ મેડિકલ સોસાયટી
  • Location : માંડવી
  • 34

માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસીસ સેન્ટરના ઉપક્રમે તા. ૧૧-૧ના જૈન મહાજન આરોગ્યધામ, ડુમરા (તા.અબડાસા) મધ્યે નિઃશુલ્ક મેગા નિદાન અને સારવાર કેમ્પનો કુલ ૧૯૯ લોકોએ લાભ લીધો હતો.

આ કેમ્પમાં જનરલ અને લેપ્રોસ્કોપીક સજર્ન ડૉ. કેતનભાઈ બોરખતરીયા, કાન-નાક-ગળાના કેન્સરના સજર્ન ડૉ. રશ્મિબેન સોરઠિયા, ડો. અક્સા ખત્રી, ડૉ. જગદીશ વાઘજિયાણી, નેફ્રોલોજીસ્ટ ડૉ. હર્ષલભાઈ વોરા, દાંત તથા જડબાના નિષ્ણાંત ડૉ. રમેશભાઈ ખાંખલા, ચામડીના રોગો તથા કોસ્મેટીક સારવારના નિષ્ણાંત ડૉ. રાશિ વાઘજિયાણી તેમજ પ્રાથમિક રોગોના ડૉ. આદિત્ય ચંદારાણા અને ડૉ. જયેશભાઈ મકવાણાએ દર્દીઓને તપાસ્યા હોવાનું પ્રમુખ કિરણભાઈ સંઘવી અને મંત્રી સંજયભાઈ ડગાળાવાળાએ જણાવેલ.

આ કેમ્પમાં નેફ્રોલોજીસ્ટના ૧૨, ફિઝીશીયનના ૨૩, કાન-નાક-ગળાના ૧૫, ચામડીના ૧૬, જનરલ સજર્નના ૨૪, જનરલ રોગના ૩૫, દાંતના ૧૧, આર.બી.એસ.ના ૨૧, ઈસીજીના ૭, એક્સ-રેના ૧૪ અને સોનોગ્રાફીના ૧૧ સહિત કુલ ૨૦૦ દર્દીઓએ લાભ લીધો હતો. દવા ૫૦ ટકા રાહતભાવે અપાઈ હોવાનું સંસ્થાના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ શાહે જણાવેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates