દવામાં ૫૦ ટકા રાહત માટે પાંચ લાખ રૂપિયાનું દાન

  • Event Date : 01 February 2020
  • Organised by : નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસીસ સેન્ટર
  • Sanstha : નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસીસ સેન્ટર
  • Location : મુંબઈ
  • 671

માંડવીના શ્રી છગનલાલ મોતીલાલ ભણશાલીના સુપુત્રી ડૉ. દમયંતીબેન (માટુંગા-મુંબઈ)ના સ્મરણાર્થે મુંબઈ મધ્યે જનકલ્યાણ મેડીકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસીસ સેન્ટરના પ્રમુખશ્રી કિરણકુમાર વાડીલાલ સંઘવીને ડૉ. દમયંતીબેનના ભાઈ શ્રી વિનોદભાઈ છગનલાલ ભણશાલી, તેમના ભાભી સરોજીનીબેન તથા ભત્રીજા હેમલકુમારે રૂપિયા પાંચ લાખનો ચેક અર્પણ કરેલ તેમ સંસ્થાના ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર શ્રી દિનેશભાઈ શાહે જણાવેલ.

આ સેન્ટરમાં દર વર્ષે પાંચ પાંચ લાખવાળા પાંચ દાતા પાસેથી દાન મેળવીને તે દાનમાંથી દર્દોઓને ૫૦ ટકા રાહતભાવે દવા આપવામાં આવે છે. વિનોદભાઈ છગનલાલ ભણશાલી છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી કેન્સરના ગરીબ દર્દીઓને ટોકન દરે સારવાર માટે દાન આપતા હોવાનું સંસ્થાના મંત્રીશ્રી સંજયભાઈ મહેતા (ડગાળાવાલા)એ જણાવેલ. સંસ્થાના પ્રમુખશ્રી કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ શ્રીમતી ભાવનાબેન ઉદ્દેશી, મંત્રીશ્રી સંજયભાઈ મહેતા (ડગાળાવાળા), ખજાનચી ડૉ. હર્ષદભાઈ ઉદેશી, સહમંત્રીશ્રી અરવિંદભાઈ શાહ અને સમગ્ર ટ્રસ્ટીમંડળે દાતા પરિવારનો આભાર માન્યો હતો.

આ સેન્ટરમાં કેન્સરના ગરીબ દર્દીઓને ટોકન ચાજર્માં સારવાર કરી આપવામાં આવે છે. દર્દીઓને ૫૦ ટકા રાહતદરે દવા આપવામાં આવે છે તેમજ ડાયાલિસીસ સંપૂર્ણ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે.




KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates