દિવ્યાંગ છાત્રાઓનું અભિવાદન

  • Event Date : 01 February 2020
  • Organised by : અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી
  • Sanstha : અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી
  • Location : માંડવી
  • 46

માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રાલયની જે છાત્રાઓ તાજેતરમાં માધાપર (તા. ભુજ) મધ્યે યોજાયેલા સ્પેશિયલ ખેલમહાકુંભમાં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ છે તેઓ નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના પ્રમુખ શ્રી વી.જી. મહેતાના પ્રમુખસ્થાને અભિવાદિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

પ્રારંભમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રીશ્રી દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં દિવ્યાંગ છાત્રાઓનું સન્માન કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી જ્યારે સહમંત્રી શ્રી કિશોરભાઈ સોનીએ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની વિગતે માહિતી આપી હતી.

માતુશ્રી કુંવરબેન છગનલાલ દોશી (રવ હાલે થાણા)ના સૌજન્યથી સ્પેશિયલ ખેલમહાકુંભમાં છાત્રાલયની ૧૦ દિવ્યાંગ છાત્રાઓ ૧૨ સ્પર્ધામાં પ્રથમ અને બીજો નંબર મેળવીને સરકારશ્રીના ૩૭ હજારના ઈનામને પાત્ર બનનાર દિવ્યાંગ છાત્રાઓને ઠંડી સામે રક્ષણ મેળવવા ગરમ ટોપલા, પગનાં મોજાં અને બોલપેન મંચસ્થ શ્રી વી.જી. મહેતા, દિનેશભાઈ શાહ, કિશોરભાઈ સોની, સી.સી. જોષી, શાંતિલાલ મોતા, સુલતાનભાઈ મીર, ખુશાલભાઈ બળીયા, ગૃહમાતા પ્રવિણાબેન તેમજ સુરેશભાઈ સોમૈયા અને દીપ દિનેશભાઈ શાહના હસ્તે એનાયત કરાયા હતા. આ પ્રસંગે છાત્રાલયની તમામ ૧૮ દિવ્યાંગ છાત્રાઓને અડદિયા અને નમકીનનો અલ્પાહાર કરાવાયો હતો.

પ્રમુખસ્થાનેથી નવચેતન સંસ્થાના પ્રમુખશ્રી વી.જી. મહેતાએ તમામ વિજેતા દિવ્યાંગ છાત્રાઓને અભિનંદન પાઠવી સોસાયટીની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી. સંસ્થાના પ્રમુખ ડૉ. કૌશિકભાઈ શાહ અને સમગ્ર ટ્રસ્ટી મંડળને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે કરેલ જ્યારે સહમંત્રી સુલતાનભાઈ મીરે આભારવિધી કરી હતી.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates