કચ્છના ચાતુર્માસોનો સુરતમાં થયો જયઘોષ

  • Event Date : 01 January 2020
  • Organised by : ચતુર્વિધ સંઘો
  • Sanstha : ચતુર્વિધ સંઘો
  • Location : માંડવી
  • 47

કચ્છના તપગચ્છ જૈન સંઘો પરત્વે અપ્રતીમ સ્નેહભાવ દાખવતા વાગડ સમુદાયના ગચ્છનાયક શ્રીમદ્‌વિજય કલાપ્રભ સૂરિશ્વરજી મ.સા. આદિ ઠાણાના આગામી ચાતુર્માસ અત્રે થનાર હોઈ તેનો જયઘોષ હાલ સુરત ખાતે વિશાળ ચતુર્વિધ સંઘોની હાજરીમાં કરાયો હતો. સંઘપ્રમુખ ચંદ્રેશ શાહ, શ્રેષ્ઠીવર્ય ભરત મહેતા, સંઘના ટ્રસ્ટીઓ તેમજ માંડવી જૈન સમાજના બહોળા પ્રતિનિધિમંડળે ઉપસ્થિત રહી આ. ભગવંતની ચાતુર્માસ સ્વીકૃતિનો ઋણસ્વીકાર કર્યો હતો.  

આ જ પ્રસંગે સંસારી પક્ષે મૂળ ભુજના વસા પરિવારના આચાર્ય શ્રીમદ્‌ વિજય પૂર્ણચંદ્ર સૂરિશ્વરજી મ.સા. આદિ ઠાણાના ભુજ ખાતેના તેમજ શ્રીમદ્‌ કીર્તિચંદ્ર સૂરિશ્વરજી મ.સા. આદિ ઠાણાના ગાંધીધામ ખાતેના ચાતુર્માસનો પણ જયઘોષ કરાયો હતો. આ પ્રસંગે બંને સ્થળોના તપગચ્છ જૈન સંઘોના પ્રતિનિધી મંડળોએ વિનમ્ર ભાવે ઋણસ્વીકાર કર્યો હતો. આ જયઘોષ સમારોહ વખતે સુરત ઉપરાંત ભારતના વિવિધ સ્થળોએથી દસ હજારથી વધુ સંખ્યામાં ચતુર્વિધ સંઘ ઉપસ્થિત રહ્યો હતો.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates