સંયમ સુવર્ણોત્સવની ઉજવણી

  • Event Date : 01 January 2020
  • Organised by : વાગડ સમુદાય
  • Sanstha : વાગડ સમુદાય
  • Location : પાલિતાણા
  • 51

મૂળ માંડવીના જૈન રવિવાલ રાયશી શાહ (ગોળવાલા) પરિવારના સુપુત્રી વાગડ સમુદાયના સાધ્વી શ્રી અમી વર્ષાશ્રીજી મ.સા.ના સંયમજીવનના ૫૦ વર્ષ થતાં તેમના સંયમ જીવનનો સુવર્ણોત્સવ ચતુર્વિધ સંઘની નિશ્રામાં ઉજવાયો હતો.

આ ત્રિદિવસીય મહોત્સવમાં નીતિસૂરિ સમુદાયના ૯૫ વર્ષના તપસ્વીરત્ન આચાર્ય ભગવંત શ્રીમદ્‌ વિજય રાજતિલક સૂરિશ્વરજી તેમના શ્રમણ-શ્રમણી સમુદાયની સાથે નિશ્રાદાતા રહ્યા હતા. વિધિકાર તરીકે શ્રી ભાવેશભાઈ પંડિતે સિદ્ધચક્ર મહાપૂજન, અઢાર અભિષેક પૂજન વગેરે ભણાવ્યા હતા તેમજ રાત્રે ભક્તિભાવનાની રમઝટ બોલાવી હતી.

આ મહોત્સવમાં સાધ્વી અમીપૂર્ણાશ્રીજીની પુણ્યતિથીના પ્રસંગને પણ આવરી લેવાયો હતો. તેઓ અમીવર્ષાશ્રીજીની વડીલ બહેન હતાં.

આ પ્રસંગે સાધ્વીજીના સંસાર કુટુંબીઓ ઉપરાંત જૈન શ્રેષ્ઠિઓ સર્વશ્રી જયંતિલાલ ચીમનલાલ શાહ (સુરત), ધર્મેન્દ્ર નટવરલાલ વોરા (સુપાર્શ્વ જૈન સેવા મંડળ, ભુજ), જુમખલાલ ચુનીલાલ શાહ (જૈન મિત્ર મંડળ, માંડવી), શ્રીમતી દમયંતીબેન ચમનલાલ શાહ (માંડવી), શ્રીમતી કમલાબેન પોપટલાલ શાહ (ભુજપુર) તેમજ માંડવીની જૈન મહિલા ભક્તિ મંડળ હાજર રહ્યાં હતા.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates