પુણ્યતિથી નિમીત્તે જીવદયાના કાર્યો

  • Event Date : 01 January 2020
  • Organised by : છ કોટી જૈન ઉપશ્રય
  • Sanstha : છ કોટી જૈન ઉપશ્રય
  • Location : માંડવી
  • 46

મહિલા વિકાસ કાજે જીવન પયર્તં ઝઝૂમેલા નારી સ્વ. કાંતાબેન વાડીલાલ દોશીની આઠમી પુણ્યતિથી નિમીત્તે ધાર્મિક, માનવ સેવા તથા જીવદયાના કાર્યો સાથે વહેલી સવારે વિશ્વશાંતિ અર્થે છ કોટી જૈન ઉપશ્રયમાં પૂ. હંસાબાઈ મહાસતી, પૂ. અર્પિતાબાઈ મહાસતીની નિશ્રામાં નવકાર મંત્રના સામુહિક જાપ યોજાયેલ જેમાં રેખાબેન દોશી, પુત્રવધૂ પ્રતિમા દોશી, પુત્રી હેતલ ગાંધી, ભૂમિબેન દોશી સહિત મોટી સંખ્યામાં હાજર રહી સામુહિક જાપમાં ભાગ લીધેલ.

મહાવીર જૈન મહિલા મંડળના સ્થાપક પ્રમુખ સ્વ. કાંતબેનની પ્રેરણાથી ૮ વર્ષથી શરૂ કરાયેલ શ્રદ્ધાંજલિ તેમજ ભક્તિ પ્રાર્થના વાડીલાલ દોશીના નિવાસસ્થાને રસિકભાઈ દોશીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં પ્રથમ સ્વર્ગસ્થની તસ્વીરને મોતીની માળા સાથે શ્રદ્ધાંજલિ મહાવીર મહિલા મંડળની બહેનોએ આપી હતી. બાદમાં ભગવાન મહાવીર સહિત ૨૪ તિર્થંકરોને પ્રાર્થના કરાઈ કે કચ્છ ગુજરાત તથા અન્ય રાજ્યોમાં અત્યારે મહિલાઓ પર થતાં બળાત્કારો તાત્કાલિક અટકે જેથી મહિલાઓ નિર્ભય થઈને છૂટથી એકલી હરીફરી શકે.

બપોરે ગામમાં રખડતા અલગારી મસ્તરામો તથા ૩૦ જેટલા ભિક્ષુકોને મીઠાઈફરસાણ સહિત ભોજન અપાયું હતું. દરેક ગલીઓ તથા બીચ પર વસતા શ્વાનોને બાજરાના રોટલા ખવડાવ્યા હતા. કબૂતરોના ચણ માટે જુવારની ગુણી અપાઈ હતી.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates