કચ્છનું ગૌરવ

  • Event Date : 20 October 2019
  • Location : ગાંધીધામ
  • 51

માર્ગમ ડાન્સ એકેડેમીના સ્થાપક શ્રીમતી ધારા મયૂર શાહ, ન ફક્ત કચ્છી ગુર્જર જૈન જ્ઞાતિનું પણ સમસ્ત કચ્છનું ગૌરવ છે.

ભુજના શ્રીમતી ગીતાબેન અને સ્વ. સુરેન્દ્ર અમૃતલાલની દીકરીએ વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ કૉલેજમાં આર્ટ અને કલ્ચરમાં માસ્ટરની ડિગ્રી મેળવીને હિન્દુસ્તાનની નૃત્યકલાને પોતાના જીવનનો મંત્ર બનાવી લીધો. પતિ, બે સંતાનો, સાસુ અને શ્વસુર પ્રત્યેની કૌટુંબિક જવાબદારીઓમાં પણ ઉણપ લાવ્યા વગર ધારાબેન પોતાના લક્ષ્ય તરફ નિષ્ઠા અને લગનથી મક્કમ પગલે આગળ વધતા એક પછી એક સોપાન સર કરતા ગયા. તેમાં પતિ, સાસુ અને શ્વસુરનો પૂરો સાથ અને સહકાર મળતો રહ્યો. ધારાબેને જીતેલા એવોર્ડનું લિસ્ટ બહુ લાંબું છે. એમાનાં અમુક દર્શાવ્યા છે.

શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગોલ્ડ મેડલ, સંગીત નાટક એકેડેમી તરફથી કલ કે કલાકાર એવોર્ડ, એમ.પી.એ.માં ગોલ્ડ મેડલ, કચ્છ શક્તિ એવોર્ડ, નૃત્યમણી એવોર્ડ, યુનેસ્કો તરફથી સન્માનીત, થાઈલેન્ડમાં કલાની રજુઆત અને હાલમાં જ ૨૦ ઓક્ટોબર ૨૦૧૯ના દિવસ ગાંધીધામમાં ૨૪૮ કલાકારો દ્વારા ૧૫૦૦ ડફલીઓ સાથે નૃત્યની રજુઆત કરીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates