છાત્રાઓને સ્કાર્ફ અને મોજા વિતરણ

  • Event Date : 01 January 2020
  • Organised by : જૈન નૂતન પ્રાથમિક શાળા
  • Sanstha : જૈન નૂતન પ્રાથમિક શાળા
  • Location : માંડવી
  • 50

જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નં.૩માં ધો.૧થી ૪માં અભ્યાસ કરતી ૮૭ છાત્રાઓને ઠંડીથી રક્ષણ મેળવવા સ્કાર્ફ અને પગના મોજા વિતરીત કરાયા હતા.

શાળાના પટાંગણમાં તાજેતરમાં શાળાના પૂર્વ આચાર્ય શ્રી કિશોરભાઈ સોનીના પ્રમુખપદે અને નગરસેવા સદનના કાઉન્સીલર શ્રી પારસભાઈ સંઘવી તેમજ સુરેશભાઈ લાલનના અતિથિવિશેષ પદે યોજાયેલા સમારોહમાં શ્રી દિનેશભાઈ શાહની પ્રેરણાથી અમદાવાદના દાતાના સૌજન્યથી છાત્રાઓને સ્કાર્ફ અને પગના મોજાનું વિતરણ કરાયું હતું.

પ્રમુખસ્થાનેથી શાળાના પૂર્વ આચાર્ય શ્રી કે.બી. સોનીએ દાતા તથા પ્રેરણાદાતાને અભિનંદન પાઠવી શાળાની પ્રગતિની સરાહના કરી હતી.

સમગ્ર કાયક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી ભારતીબેન ગોરે કરેલ જ્યારે શિક્ષક શ્રી મનુભા જાડેજાએ આભારવિધી કરી હતી.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates