ઈ-ડીરેક્ટરી (વસ્તીપત્રક)

  • Event Date : 01 January 2020
  • Organised by : શ્રી કચ્છ ગુજર્ર જૈન સમાજ ટ્રસ્ટ (બાંદ્રા વિરાર)
  • Sanstha : શ્રી કચ્છ ગુજર્ર જૈન સમાજ ટ્રસ્ટ (બાંદ્રા વિરાર)
  • Location :
  • 162

શ્રી કચ્છ ગુજર્ર જૈન સમાજ ટ્રસ્ટ (બાંદ્રાવિરાર)નું નજરાણું અને દરેક પરિવારની જવાબદારી.

સમગ્ર ગુજર્ર જૈન સમાજના પરિવારોને જય જિનેન્દ્ર. ઓગસ્ટ ૨૦૧૭થી આ ઓનલાઈન ડીરેક્ટરી અથવા વસ્તીપત્રક બનાવવાનું કાર્ય શરૂ કરેલ. લગભગ ૨૫ વર્ષ પહેલાં ફક્ત મુંબઈમાં વસતા ગુજર્ર પરિવારોનું એક વસ્તીપત્રક બનેલ. હવે આ વસ્તુની સમાજને ખૂબ જરૂરત છે. સમગ્ર વિશ્વમાં વસતા ગુજર્ર પરિવારોને આમાં આવરી લીધા છે. ઉપરાંત પરિવારની દરેક વ્યક્તિની જન્મતારીખ, લગ્ન તારીખ, અભ્યાસ, કોન્ટેક્ટ નંબર, ઈમેઈલ એડ્રેસ, કચ્છનું મૂળવતન, અત્યારનું સરનામું, ડિગ્રીની કોઈ વિશેષતા અથવા અન્ય કોઈ આવડત. આ બધી વસ્તુઓનો સમાવેશ કરેલ છે. જે દરેક સર્ચ કરીને જાણી શકે છે.

નાના-મોટા શહેરો-ગામડાઓમાં ત્યાંના સમાજો સાથે સમન્વય કરીને તેમને ફોર્મ પહોંચાડવા, ભરાવીને ફોર્મ પાછા મંગાવવા, તેમાં રહેલી અધૂરી વિગતો વારંવાર ફોન કરીને લેવી ત્યાર બાદ કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરાવવી. આમાં અસંખ્ય કાર્યકરો તન-મન-ધનથી જોડાયા અને બધાએ પોતાનો અમૂલ્ય સમય આપ્યો. મુંબઈમાં આપણા દરેક પેટા સમાજોના સ્નેહમિલન કાર્યક્રમોમાં ૨૦૧૭ અને ૨૦૧૯ એમ બે વર્ષ અમે માર્ગદર્શન આપતા કાઉન્ટરો રાખ્યા હતા.

સમગ્ર વિશ્વમાં આપણા સમાજના કેટલા પરિવારો છે એ જાણવાનો આપણી પાસે કોઈ રસ્તો નથી પરંતુ ઘણા-બધા પરિવારો આમાં જોડાવાના બાકી છે એ અમને ખબર છે.

તમારે ફક્ત પોતાની પાંચ-દસ મિનિટ જ ફાળવવાની છે અને આટલું કરીને આપ આ કાર્યને સંપૂર્ણ બનાવવામાં આપનો યોગદાન આપી શકો છો.

જો આ લેખ વાંચ્યા બાદ આ વસ્તી પત્રકમાં જોડાવા ઈચ્છતા હો તો એ કાર્ય ખૂબ જ સરળ છે.

આપના સ્માર્ટફોનના પ્લેસ્ટોરમાં જવાનું. skgjs-e,Directory ટાઈપ કરવાનું. તરત એપ આપની સામે આવશે. એ ડાઉનલોડ કરશો એટલે આપનો મોબાઈલ નંબર પૂછશે. તે લખશો એટલે થોડી સેકન્ડોમાં જ આપને ઓટીપી નંબર આવશે તે એન્ટર કરતાં જ આપનું રજિસ્ટ્રેશન થઈ જશે અને ઓનલાઈન આપના પરિવારનું પૂરેપૂરું ફોર્મ ભરી શકાશે. છતાં પણ આપની પાસે સ્માર્ટફોન ન હોય અથવા બીજી કોઈ મુશ્કેલી જણાય તો આ સાથે માર્ગદર્શન માટે નંબર આપેલા છે, તેમનો સંપર્ક કરશો તો કુરિયરથી ફોર્મ પહોંચાડીશું જે આપ ભરીને મોકલી શકશો.

ફરી અપીલ કરીએ છીએ કે સમગ્ર સમાજને માટે ખૂબ જ અગત્યતા ધરાવતું આ વસ્તીપત્રક સંપૂર્ણ બને એ માટે આપનો સાથ આપો. વધારે લખાઈ ગયેલ હોય તો દિલગીર છીએ. પરંતુ જવાબદારી સમજશો તો આનંદ થશે.

દિનેશ વોરા – ૯૮૨૦૩૭૫૧૪૧ * વૈશાલી ફોફરીયા-૯૮૬૭૦૫૯૪૦૮
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates