નવનિર્મીત જૈન ધર્મ સ્થાનકનો લોકાર્પણ કાર્યક્રમ

  • Event Date : 01 January 2020
  • Organised by : વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ ચંદિયા
  • Sanstha : વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ ચંદિયા
  • Location : ભુજ : ચંદીયા
  • 555

ચંદીયા (તા. અંજાર) ખાતે મહેતા પરિવાર દ્વારા નવનિર્મિત જૈન ધર્મ સ્થાનકનો લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

૧૫૦ વર્ષ પહેલાં અચલજી માવજી મહેતા દ્વારા બંધાયેલ જૈન ધર્મ સ્થાનકનું તેના પરિવાર દ્વારા તળિયાથી નળિયા સુધી સ્વખર્ચ વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ ચંદિયાના ઉપક્રમે નવનિર્માણ કરાયું હતું. જેના ઉદ્‌ઘાટનનો કાર્યક્રમ આઠ કોટી મોટી પક્ષના કાર્યવાહક મુનિ તારાચંદજી સ્વામી ઠાણા-૩ તથા લીંબડી અજરામર સંપ્રદાયના મ.સા. પરિજ્ઞાજી - ઠાણા-૪ની નિશ્રામાં યોજાયો હતો. પરિવારના મોભી નરુભાઈ મહેતાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવેલ કે ૧૨૬ વર્ષ પહેલાં અજરામર સંપ્રદાયના તપસ્વી ગુરુદેવ શામજી સ્વામીની દીક્ષાનો પ્રસંગ આ જ સ્થાનકમાં વડીલોએ ઉજવેલ હતો.

ખેડોઈ-ભુજના જગદીશભાઈ મહેતા, ધીરજભાઈ દોશી, પ્રભુલાલ પુંજ, ગાંધીધામના પ્રદીપભાઈ દોશી, અનોપચંદભાઈ મોરબિયા, રાપરના હસમુખભાઈ મોરબિયા વિ. અનુમોદના કરી હતી. કાર્યવાહક તારાચંદ મુનિ તથા મ.સા. પરિવારજીએ ધર્મકરણી તથા વૈયાવચ્છથી આ સ્થાનક મઘમઘતું રહે તેવા આશીર્વાદ આપ્યા હતા.

ભુજ છ કોટી સંઘના સંઘપતિ અમરશીભાઈ મહેતા, રાપરના સંઘપતિ નવીનભાઈ મોરબિયા, ચંદિયાના સરપંચ ડાયાભાઈ, પૂર્વ સરપંચ રમેશભાઈ સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રશાંતમુનિએ માંગલિક ફરમાવ્યું હતું. પરિવાર દ્વારા ગામનું ‘ધુવાબંધ’ જમણ રખાયું હતું. તથા બાંધકામમાં સહાયભૂત થનાર કોન્ટ્રાક્ટર અમૃતભાઈ સહિતના સૌને સન્માનિત કરાયા હતા. સંચાલન ધર્મેશ દોશીએ કર્યું હતું.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates