આયુર્વેદિક ઉકાળાનો નિઃશુલ્ક કેમ્પ

  • Event Date : 01 January 2020
  • Organised by : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર
  • Sanstha : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર
  • Location : માંડવી
  • 123

માંડવીમાં હાલમાં ચાલતા ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મલેરિયા તાવ અને વાયરલ ઈન્ફેક્શનને નાથવા જુદા જુદા દાતાશ્રીઓના સહયોગથી રોગપ્રતિકારક શક્તિ વધારનાર આયુર્વેદિક ઉકાળાના માંડવીની ભાટીયા હોસ્પિટલમાં સતત ૫૫ દિવસ સુધી ચાલેલા નિઃશુલ્ક કેમ્પનો કુલ ૧૨૬૫૦ નગરજનોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ડૉ. જય કિર્તીભાઈ મહેતાએ સેવા આપેલ.

નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે ડૉ. જય મહેતા અને નવચેતન પરિવારના સહયોગથી ૨૦ દિવસ, છ કોટી જૈન સંઘના વરિષ્ઠ ગુરુદેવ પૂ. ભાસ્કરજી સ્વામીની પ્રેરણાથી છ કોટી જૈન સંઘ માંડવીના ઉપક્રમે ૧૫ દિવસ એમ કુલ ૩૫ દિવસમાં ૮૦૫૦ નગરજનોએ કેમ્પનો લાભ લીધેલ. જ્યારે માંડવીના નગરપતિ શ્રી મેહુલભાઈ શાહની પ્રેરણાથી માંડવી-મુંદ્રા વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના સહયોગથી ૨૦ દિવસ સુધી ચાલેલા નિઃશુલ્ક કેમ્પનો ૪૬૦૦ નગરજનોએ લાભ લીધેલ.

આમ કુલ ૫૫ દિવસ સુધી ચાલેલા નિઃશુલ્ક કેમ્પનો કુલ ૧૨૬૫૦ નગરજનોએ આયુર્વેદિક ઉકાળાનો લાભ લીધેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates