પ.પૂ. પરમ ઉપકારી, વાત્સલ્ય મૂર્તિ, કરૂણાનિધાન, વિરલ અને વિરાટ વ્યક્તિત્વના સ્વામી, અધ્યાત્મ યોગી પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ.સા. તથા સંઘ હિતચિંતક સૌમ્યમૂર્તિ પ.પ.આ. ભગવંત શ્રીમદ્ વિજય કલ્પતરૂ સૂરીશ્વરજી મ.સા. આદિ વિશાળ શ્રમણ-શ્રમણી ભગવંતોનું આગામી ૨૦૭૬/૨૦૨૦નું ચાતુર્માસ માંડવી તપગચ્છ શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘને મળતાં સમસ્ત માંડવી શહેરમાં હર્ષોલ્લાસ ફેલાયો છે.
સુરત મધ્યે તા. ૨૭-૧૧-૧૯ના મોક્ષમાળના ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં વિશાળ જનમેદની વચ્ચે આચાર્ય ભગવંતના ચાતુર્માસની જય બોલાતાં માંડવીના ઉપસ્થિત ૨૦૦થી વધારે ભાવિકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ. ચાર્તુમાસની વિનંતી માંડવી સંઘ વતી સંજયભાઈ ડગાળાવાળાએ કરેલ.
ચાતુર્માસના પાંચ મહિનાનો સંપૂર્ણ લાભ માતુશ્રી ઝવેરબેન ભવાનજી મહેતા (ડગાળાવાળા) પરિવાર હ. શ્રીમતી રૂપલબેન ભરતભાઈ મહેતાએ લીધેલ હોવાનું તપગચ્છ સંઘના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈએ જણાવેલ.
આગામી ચાતુર્માસની જય બોલાવવા માતુશ્રી ઝવેરબેન દેવજીભાઈ ડગાળાવાળા પરિવાર દ્વારા માંડવીના પાંચે ગચ્છના ભાવિકો, ડગાળાવાસીઓ અને અન્ય ગામોના ૨૦૦થી વધારે ભાવિકોને લક્ઝરીબસ દ્વારા સુરત લઈ જવાયા હતા. સુરતમાં ઢોલ અને શરણાઈના નાદ સાથે ભાવિકો સાફા પહેરીને રેલી સ્વરૂપે, ગુરુજી અમારો અંતર્નાદ અમને આપો ચાતુર્માસના બેનર લઈને સુત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ યાત્રાપ્રવાસમાં માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખશ્રી ચંદ્રેશભાઈ શાહ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ, જૈન સમાજના વિવિધ ફિરકાના આગેવાનો સર્વશ્રી નલિનભાઈ પટવા, કિરણભાઈ સંઘવી, વાડીલાલભાઈ દોશી, દિનેશભાઈ શાહ, રશ્મિભાઈ દોશી, અરવિંદભાઈ ગાલા, શ્રેણીકભાઈ શાહ, મનસુખભાઈ શાહ, જેઆરડી (વડોદરા), જીતુભાઈ મહેતા, મહેશભાઈ, વિનુભાઈ, અતુલભાઈ (અંજાર), શાંતિલાલ ગણાત્રા અને રાજુભાઈ ચૌધરી તથા ડગાળાવાળા પરિવારના સભ્યો સહિત વિશાળ સંખ્યામાં જોડાયા હતા.