મૂળ માંડવીના હાલ લંડન રહેતા શ્રીમતી પુષ્પાબેન વેલજીભાઈ વેકરિયાએ પુત્રવધૂ શ્રીમતી જૈનાબેન નવિનભાઈનો જન્મદિન માંડવીમાં વિશિષ્ટ રીતે ઉજવી પ્રેરણાદાયી દૃષ્ટાંત પૂરું પાડેલ છે. તા. ૧૮-૧૨-૨૦૧૯ના માંડવીની જૈન નૂતન પંચાયતી પ્રાથમિક શાળા નં.૩ના આચાર્ય શ્રી પુનિભાઈ વાસાણીના પ્રમુખ સ્થાને અને શ્રી દિનેશભાઈ શાહના અતિથિવિશેષ પદે યોજાયેલા કાર્યક્રમમાં શાળાના ૧થી ૮માં અભ્યાસ કરતાં કુલ ૩૨૭ બાળકોને દાતા શ્રીમતી પુષ્પાબેન અને વેલજીભાઈના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવેલ.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા કુ. વર્ષાબેન સોમૈયાએ કરેલ જ્યારે શિક્ષિકા ભાવિનીબેન વાસાણીએ આભારવિધી કરેલ.
આ પ્રસંગે દાતા પરિવારનું શાળા વતી ભાવિનીબેન વાસાણી અને વર્ષાબેન સોમૈયાના હસ્તે અભિવાદન કરાયું હતું.