ગરમ ધાબળાનું વિતરણ

  • Event Date : 21 December 2019
  • Organised by : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર
  • Sanstha : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર
  • Location : માંડવી
  • 126

જીવદયા, માનવસેવા, તબીબી, શૈક્ષણિક અનેકવિધ ક્ષેત્રે છેલ્લા ૧૦ વર્ષથી ૩૬૫ દિવસ કાર્યરત સંસ્થા ‘નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર’ના ઉપક્રમે ઠંડીથી રક્ષણ મેળવવા તાજેતરમાં તા. ૨૧-૧૨-૧૯ને રોજ માંડવીમાં જરૂરતમંદ લોકોને ૨૧૦ ધાબળાનું વિતરણ કરાયું હતું.

માંડવીના સંતશ્રી ચોકમાં સંસ્થાના પ્રમુખશ્રી વી. જી. મહેતાના પ્રમુખપદે અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી વાડીલાલભાઈ દોશીના અતિથિવિશેષ પદે યોજાયેલા કાર્યક્રમમાં મૂળ માંડવી હાલ મુંબઈ નિવાસી દાતા મહમદહયાત એ. ચાકીના સૌજન્યથી જરૂરતમંદ લોકોને ૨૧૦ ગરમ ધાબળાનું વિતરણ કરાયું હતું.

ધાબળાના વિતરણ કાર્યમાં સંસ્થાના પ્રમુખશ્રી વી.જી. મહેતા, પ્રોજેક્ટ ચેરમેન શ્રી દિનેશભાઈ શાહ, ભુજથી આવેલા સંસ્થાના કાર્યકરો સર્વશ્રી શાંતિલાલ મોતા, સી.સી. જોશી અને સુરેશભાઈ સોમૈયા અને વાડીલાલ દોશી જોડાયા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી દિનેશભાઈ શાહે કરેલ. જ્યારે સંસ્થાના કાર્યકર શ્રી શાંતિલાલ મોતાએ આભારવિધી કરેલ.
KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates